બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમે વિચારો છો એ નહીં, આ છે સોના-ચાંદીની કિંમતમાં ઉછાળાનું અસલી કારણ

બિઝનેસ / તમે વિચારો છો એ નહીં, આ છે સોના-ચાંદીની કિંમતમાં ઉછાળાનું અસલી કારણ

Vidhata Gothi

Last Updated: 12:18 PM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીની ચમક વધી રહી છે, જેના લીધે રોકાણકારોનો ઉત્સાહ વધી રહ્યો છે. એવામાં નિષ્ણાતો કહે છે કે તેજી હજુ પૂરી થઈ નથી, અને ભાવમાં હજુ વધારો સંભવ છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે હવે ફરીથી તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતા, નબળો યુએસ ડોલર અને સેફ-હેવન ડિમાન્ડથી બંને કિંમતી ધાતુઓને ટેકો મળી રહ્યો છે. શુક્રવારે, MCX પર સોનું 1.21 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.48 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર ટ્રેડ થઈ રહ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આ ફક્ત 'બ્રિધિંગ સ્પેસ' છે, તેજીનો અંત નથી.

gold-0n-20-10-25

નબળો ડોલર અને ભૂ-રાજકીય તણાવથી વધ્યો ભાવ

એક નિષ્ણાતે જણાવ્યું કે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને અમેરિકામાં સરકારના શતડાઉનના ભયથી રોકાણકારો ફરી સોના તરફ પાછા વળ્યા છે. તકનીકી રીતે સોના માટે 3,855 ડોલરનું સ્તર મહત્ત્વપૂર્ણ છે, જ્યારે ચાંદી 46.70 ડોલરના પર સપોર્ટ પર ટકેલી છે. ભારતીય બજારમાં, સોનાને 119,870 રૂપિયાથી 121,600 રૂપિયાની રેન્જમાં અને ચાંદીને 145,750 રૂપિયાથી 148,340 રૂપિયાની રેન્જમાં સપોર્ટ અને પ્રતિકાર મળવાની ધારણા છે.

vtv app promotion

અમેરિકાના નબળા અર્થતંત્રને કારણે વધી સોનાની માંગ

ઓગમોન્ટ ગોલ્ડના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં વધતી જતી બેરોજગારી અને ઐતિહાસિક સરકારી શટડાઉનના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આગળ વધ્યા છે. ઓક્ટોબરમાં 153,000 થી વધુ લોકોની નોકરી ગઈ, જે 2003 પછીનો સૌથી ખરાબ આંકડો છે. નિષ્ણાતો માને છે કે ફેડરલ રિઝર્વ હવે નરમ વલણ અપનાવી શકે છે, જેનાથી સોના જેવી વ્યાજ વગરની સંપત્તિને ફાયદો થશે.

આ પણ વાંચો: મોટી રાહત! સોનામાં 10000 અને ચાંદીમાં 21000નો ઘટાડો, જાણો હવે કેટલા રહ્યાં

નિષ્ણાતે જણાવ્યું કે આગામી દિવસોમાં સોનું 119,500 રૂપિયાથી 122,500 રૂપિયાની રેન્જમાં રહી શકે છે. જોકે, જો ભાવ 4,025 ડોલરથી ઉપર વધે છે, તો નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. હાલમાં, નબળા ડોલર અને વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે, તે ચોક્કસ છે કે સોનાની ચમક ઓછી થવાની નથી.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold-Silver Price Latest Gold Silver Rates Business News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ