બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 AM, 8 November 2025
સોનું ખરીદવા માગતા લોકોને મોટી રાહત મળી છે. છેલ્લા 14 દિવસમાં ભાવમાં 10000 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં, સોનું 17 ઓક્ટોબરના ભાવ કરતાં ₹10,000 થી વધુ સસ્તું છે, જ્યારે ચાંદી લગભગ ₹21,000 સસ્તી છે.
ADVERTISEMENT
14 દિવસમાં 14,000નો ઘટાડો
શુક્રવારે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 1,20,100 રૂપિયા રહ્યો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ, IBJA.Com અનુસાર, 17 ઓક્ટોબરની સવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1, 30,874 રૂપિયા હતો. જો આપણે તે મુજબ ગણતરી કરીએ, તો સોનું 10,774 રુપિયા સસ્તું થયું છે.
ADVERTISEMENT
ચાંદીના ભાવમાં 21,000નો ઘટાડો
ચાંદીની વાત કરીએ તો, સ્થાનિક ભાવ 14 દિવસમાં પ્રતિ કિલોગ્રામ લગભગ ₹21,000 ઘટ્યા છે. 17 ઓક્ટોબરની સાંજે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹169,230 હતો, અને તે ગયા શુક્રવારે ઘટીને ₹148,275 થયો. પરિણામે, ચાંદીના ભાવમાં ₹20,955નો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'હરિયાણામાં 25 લાખ વોટોની ચોરી', મત ચોરીને લઈને રાહુલ ગાંધીએ ફોડ્યો 'હાઈડ્રોજન બોમ્બ'
8 નવેમ્બરે કેટલો રહ્યો ભાવ
ADVERTISEMENT
8 નવેમ્બરે સોનાનો ભાવ 1,22,730 રુપિયા રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો શનિવારે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,22,060 રહ્યો હતો. નિષ્ણાંતોની આગાહી છે છે કે આગામી સમયમાં સોનું 1 લાખની અંદર આવી શકે છે જોકે 1 લાખથી નીચે નહીં જાય.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.