બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એવો IPO, જેને સરકારની તિજોરી કરી નાખી છલોછલ, રોકાણકારોને પણ કરાવશે તગડી કમાણી!

બિઝનેસ / એવો IPO, જેને સરકારની તિજોરી કરી નાખી છલોછલ, રોકાણકારોને પણ કરાવશે તગડી કમાણી!

Nidhi Panchal

Last Updated: 12:56 PM, 30 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની પહેલી અને સૌથી મોટી ડિપોઝિટરી કંપની NSDLનું IPO હવે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું થઈ ગયું છે. રોકાણકારો માટે આ IPO એક સારી તક છે કારણ કે ગ્રે માર્કેટમાં તેનો જોરદાર પ્રીમિયમ જોવા મળી રહ્યો છે.

ભારતની સૌથી મોટી અને સૌથી પહેલી ડિપોઝિટરી કંપની નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) નો IPO હવે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો થઇ ગયો છે. કુલ ₹4,012 કરોડના આ IPO માટે રોકાણકારો 1 ઓગસ્ટ 2025 સુધીમાં અરજી કરી શકે છે. આ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) આધારિત IPO છે, એટલે કે તેમાં કોઈ નવા શેર જારી નહીં થાય અને કંપનીને સીધો કોઈ નાણા લાભ નહીં મળે. માત્ર હાલના શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચી રહ્યાં છે.

IPO-FINAL

આ IPO હેઠળ કુલ 5.01 કરોડ શેર વેચવામાં આવશે. કંપનીએ IPO માટે શેરની કિંમત ₹760 થી ₹800 વચ્ચે રાખી છે. ઇશ્યૂ ખુલતા પહેલા NSDLના શેર ગ્રે માર્કેટમાં લગભગ 16%ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઇ રહ્યાં હતા, જેનાથી IPO માટે હાઈ ડિમાન્ડનો અંદાજ મળે છે. જો તમે આ IPO માટે અરજી કરવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા 18 શેર માટે બિડ લગાવવી પડશે, અને તે પછી 18ના ગુણાંકમાં શેર ખરીદી શકાય.

IPO-New-lOgo

ભારતની પહેલી ડિપોઝિટરી

NSDL ભારતની પહેલી ડિપોઝિટરી છે, જે ઇક્વિટી, ડેટ, મ્યુચ્યુઅલ ફંડ, REIT, InvIT, અને AIF જેવી અનેક પ્રકારની ફાઇનાન્સિયલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ માટે ડિપોઝિટરી સર્વિસ આપે છે. NSDL BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટ થશે અને આ IPOનું લિસ્ટિંગ 6 ઓગસ્ટે થવાની શક્યતા છે.

app promo6

186 દેશોમાં ગ્રાહકો છે

NSDL પાસે વિશ્વના 186 દેશોમાં ક્લાઈન્ટ્સ છે અને તેનો ધંધો દર વર્ષે ટ્રાન્ઝેક્શન અને ઇશ્યૂઅર ચાર્જથી આવક ધરાવે છે. નાણાકીય વર્ષ 2025માં કંપનીએ ₹1,420 કરોડની આવક નોંધાવી હતી, જે ગયા વર્ષની તુલનાએ 12% વધુ છે. કંપનીનો નફો 25% વધીને ₹343 કરોડ થયો હતો અને EBITDA માર્જિન 34.71% રહ્યો છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસીસે NSDLના IPOને લાંબા ગાળાના રોકાણ માટે અનુકૂળ ગણાવ્યો છે. જેમ કે આનંદ રાઠી અને કેનેરા બેંક સિક્યોરિટીઝે જણાવ્યુ છે કે NSDL પાસે ડિપોઝિટરી ઇકોસિસ્ટમમાં મજબૂત પોઝિશન છે અને તેની સેવા અને નાણાકીય સ્થિતિ બંને મજૂબત છે.

આ પણ વાંચો : GNG Electronics કંપનીના શેરોનું આજે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો જોરદાર નફામાં

સરકાર માટે પણ સોનાની ખાણ

સરકાર માટે પણ આ IPO સોનાની ખાણ સમાન છે. કારણ કે NSDLમાં રોકાણ કરનારી SBI, IDBI બેંક, NSE અને HDFC બેંક જેવા મોટાં શેરધારકોને હવે આ IPOમાંથી ભારે નફો થવાનો અંદાજ છે. SBI પોતાના 40 લાખ શેર ₹2ના ભાવે ખરીદીને હવે ₹800 ના માર્કેટ ભાવે ₹320 કરોડ કમાઈ શકે છે, એટલે કે 39,900% નો રિટર્ન. તે જ રીતે IDBI બેંક 2.22 કરોડ શેર વેચી રહી છે અને તેનાં પર પણ લગભગ ₹1,776 કરોડનો નફો થશે. યુનિયન બેંક પણ ₹5.2 ના દરે લીધેલા શેર હવે ₹800 ના દરે વેચી 15,000%થી વધુ વળતર મેળવી શકે છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nsdl gmp nsdl nsdl ipo gmp today
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ