બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / GNG Electronics કંપનીના શેરોનું આજે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો જોરદાર નફામાં

IPO અપડેટ / GNG Electronics કંપનીના શેરોનું આજે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો જોરદાર નફામાં

Vidhata Gothi

Last Updated: 11:11 AM, 30 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GNG Electronics IPO Listing: GNG ઇલેક્ટ્રોનિક્સનો 460.43 કરોડ રૂપિયાનો IPO સબ્સ્ક્રિપ્શન માટે 23-25 જુલાઈ દરમિયાન ખુલ્લો હતો. આજે તેના શેરનું શાનદાર લિસ્ટિંગ થયું છે.

GNG Electronics IPO Listing: GNG ઇલેક્ટ્રોનિક્સ લેપટોપ, ડેસ્કટોપ અને ICT ડિવાઇસ માટે રીફર્બિશિંગ સર્વિસ પૂરી પાડે છે. તેના આઈપીઓને રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઓલ આને 150 ગણાથી વધુ સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. IPO હેઠળ ₹237 ના ભાવે શેર જારી કરવામાં આવ્યા છે. આજે આની BSE પર 350.00 રૂપિયા અને NSE પર 355.00 રૂપિયા પર એન્ટ્રી થઈ છે, જેનો અર્થ એ થયો કે IPO રોકાણકારોને લગભગ 49%નો લિસ્ટિંગ ગેઇન મળ્યો. જોકે, IPO રોકાણકારોની ખુશી થોડા જ સમયમાં ઓસરી ગઈ, જયારે શેરમાં કડાકો થયો. ઘટાડા પછી, NSE પર તે 328.77 રૂપિયા પર આવી ગયો, એટલે કે IPO રોકાણકારો હવે 38.72% નફામાં છે.

IPO-New-Logo

GNG Electronics IPOના પૈસા કેવી રીતે ખર્ચ થશે?

GNG ઇલેક્ટ્રોનિક્સનો 460.43 કરોડ રૂપિયાનો IPO 23-25 જુલાઈ દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. આ IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો અને કુલ 150.21 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો. આમાં, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખેલો ભાગ 266.21 ગણો, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટેનો ભાગ 226.44 ગણો અને રિટેલ રોકાણકારો માટેનો ભાગ 47.36 ગણો ભરવામાં આવ્યો હતો.

ipo-new

આ IPO હેઠળ 400.00 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ ₹2ની ફેસ વેલ્યુવાળા 25.50 લાખ શેર વેચવામાં આવ્યા છે. ઓફર ફોર સેલ માટેના પૈસા શેર વેચતા શેરધારકોને મળ્યા છે. નવા શેર દ્વારા એકત્ર કરાયેલા પૈસામાંથી, 320 કરોડ રૂપિયા પોતાના અને પોતાની પેટાકંપની ઇલેક્ટ્રોનિક્સ બજાર FZC ના દેવાને ઘટાડવા માટે ખર્ચવામાં આવશે, તેમજ બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચવામાં આવશે.

Vtv App Promotion 1

GNG ઇલેક્ટ્રોનિક્સ

2006 માં સ્થપાયેલ, GNG ઇલેક્ટ્રોનિક્સ લેપટોપ, ડેસ્કટોપ અને ICT ડિવાઇસ માટે રીફર્બિશિંગ સર્વિસ પૂરી પાડે છે. તેનો વ્યવસાય ભારતની બહાર યુએસ, યુરોપ, આફ્રિકા અને UAE માં પણ ફેલાયેલો છે. તેનો વ્યવસાય 'ઇલેક્ટ્રોનિક્સ બજાર' બ્રાન્ડ હેઠળ કરવામાં આવી રહ્યો છે. તે ITAD અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ, વોરંટી, ડોરસ્ટેપ સર્વિસ, ઓન-સાઇટ ઇન્સ્ટોલેશન, ફ્લેક્સિબલ પે ઓપ્શન વગેરે જેવી વેલ્યુ એડેડ સર્વિસ પણ આપે છે. GNG ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાયમાં પ્રોક્યોરમેન્ટ, રીફર્બિશિંગ અને આફ્ટર-સેલ્સ સર્વિસ સામેલ છે. કંપની HP, Lenovo અને Microsoft જેવી મોટી કંપનીઓ સાથે ભાગીદારીમાં કામ કરે છે.

આ પણ વાંચો: આ 3 IPO ધૂમ મચાવશે, રોકાણકારો માટે શાનદાર મોકો, જાણો GMPથી લઇને માર્કેટ સ્થિતિ

કંપનીના નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો, તે સતત મજબૂત થઈ છે. નાણાકીય વર્ષ 2023માં, તેનો ચોખ્ખો નફો 32.43 કરોડ હતો, જે આગામી વર્ષે 2024માં વધીને 52.31 કરોડ અને નાણાકીય વર્ષ 2025 માં 69.03 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. આ દરમિયાન, કંપનીની આવક વાર્ષિક 46%થી વધુના ચક્રવૃદ્ધિ દર (CAGR) થી વધીને 1,420.37 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. જોકે, આ દરમિયાન, કંપની પરનું દેવું પણ સતત વધ્યું, જે નાણાકીય વર્ષ 2023 ના અંતે 152.02 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2024 ના અંતે 322.33 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2025 ના અંતે 446.92 કરોડ રૂપિયા થઈ ગયું.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GNG Electronics IPO Business News gng electronics share price
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ