બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:28 AM, 3 April 2026
Trump Trade Policy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં મોટો બદલાવ કરતા વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર 100% સુધીનો ભારે ટેક્સ (ટેરિફ) લાદવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય ખાસ કરીને તે ફાર્માસ્યુટિકલ કંપનીઓને અસર કરશે. જે યુએસની બહાર દવાઓનું ઉત્પાદન કરે છે. ટ્રમ્પના આ પગલાથી કંપનીઓને અમેરિકન બજારમાં ટકી રહેવા માટે નવી વ્યૂહરચના બનાવવી પડશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી દેશની અંદર ઉત્પાદન વધશે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
ADVERTISEMENT
ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિદેશી ફાર્મા કંપનીઓએ પોતાની દવાઓના ભાવ ઘટાડવા પડશે અથવા તેમનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂ કરવું પડશે. જો કંપનીઓ આ શરતોનું પાલન નહીં કરે તો તેમને ભારે ટેક્સ અને દંડનો સામનો કરવો પડશે. આ ઉપરાંત કંપનીઓને આ નવા નિયમો લાગુ કરવા માટે 120 થી 180 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે કંપનીઓ થોડું ઉત્પાદન અમેરિકામાં શિફ્ટ કરશે તેમને 20% ટેક્સના દર હેઠળ રાખવામાં આવશે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન જેવા મિત્ર દેશો માટે આ મર્યાદા 15% નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
બીજી તરફ ટ્રમ્પ સરકારે મેટલ્સ ક્ષેત્રમાં રાહત આપી છે. સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમ પર લાગતો ટેક્સ પહેલા 50% હતો જેને ઘટાડીને હવે 25% કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમેરિકાના ઘરઆંગણે ઉદ્યોગોને સસ્તો કાચો માલ મળશે. જે ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આ પગલું લાભદાયક માનવામાં આવે છે અને સ્ટીલ ઉદ્યોગે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ નવા ટેક્સ પાછળ એક મહત્વનું કારણ સુપ્રીમ કોર્ટનો જૂનો આદેશ પણ છે. ફેબ્રુઆરીમાં કોર્ટે ટ્રમ્પ સરકારના કેટલાક અગાઉના ટેક્સને ગેરકાયદેસર જાહેર કર્યા હતા. જેના કારણે સરકારને અંદાજે 166 અબજ ડોલરનું રિફંડ આપવું પડ્યું હતું. આ આર્થિક નુકસાનને પૂરૂં કરવા માટે આ નવી નીતિ લાવવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ પગલાથી સ્થાનિક ઉદ્યોગોને ફાયદો થશે. પરંતુ દવાઓ પરના ભારે ટેક્સને કારણે સામાન્ય લોકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી બની શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.