બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / નોકરીયાત વર્ગને કેવી રીતે મળે છે ગ્રેચ્યુટીનો ફાયદો? સમજો કેલ્ક્યુલેશન

ખાસ કામનું / નોકરીયાત વર્ગને કેવી રીતે મળે છે ગ્રેચ્યુટીનો ફાયદો? સમજો કેલ્ક્યુલેશન

Priyankka Triveddi

Last Updated: 12:21 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી કરતાં લોકોના મનમાં હંમેશા ગ્રેચ્યુટીને (Gratuity) લઈને ઘણા સવાલ હોય છે. શું હોય છે ગ્રેચ્યુટી? અને નોકરી છોડ્યા પછી આનો ફાયદો કેવી રીતે મળી શકે તે જાણો એક ક્લિકે..,

નોકરીયાત વર્ગ માટે ગ્રેચ્યુઇટી (Gratuity) એક મહત્વપૂર્ણ આર્થિક સુરક્ષા તરીકે જોવામાં આવે છે. છતાં આજેય ઘણા કર્મચારીઓમાં તેના નિયમો અને લાભ અંગે ગૂંચવણ જોવા મળે છે. ખાસ કરીને “ગ્રેચ્યુઇટી શું છે?” અને “તેનો લાભ કેવી રીતે મળે?” જેવા પ્રશ્નો વારંવાર ઉભા થાય છે. તાજેતરના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે હવે ગ્રેચ્યુઇટી વધુ ફાયદાકારક બની છે. જેના કારણે કર્મચારીઓમાં આને લઈને પ્રશ્નો વધ્યા છે.

ગ્રેચ્યુઇટી શું છે અને કોણ પાત્ર છે?

સૌ પ્રથમ તો ગ્રેચ્યુઇટી મૂળભૂત રીતે કર્મચારીને તેમની લાંબી અને સમર્પિત સેવા બદલ મળતો એક પ્રકારનો નિવૃત્તિને લાગતો લાભ છે. કોઈપણ કર્મચારી જો એક સંસ્થામાં સતત લાંબા સમય સુધી સેવા આપે છે તો તે સંસ્થામાંથી વિદાય લે તે વખતે અથવા નિવૃત્તિ સમયે એકમ રકમ તરીકે ગ્રેચ્યુઇટી મેળવવાનો હકદાર બને છે. અગાઉ આ લાભ મેળવવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષની સેવા જરૂરી હતી પરંતુ હવે નિયમોમાં ફેરફારને કારણે એક વર્ષ નોકરી કરે તેને પણ આ લાભ આપવામાં આવે છે. આથી વધુ લોકો આ યોજના હેઠળ આવરી લેવાયા છે. આ લાભ માત્ર નિશ્ચિત પગાર ધરાવતા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી. પરંતુ મોટાભાગના સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે.

ગ્રેચ્યુઇટીની ગણતરી અને નવા નિયમો

ગ્રેચ્યુઇટીની ગણતરી માટે એક સરળ સૂત્ર અપનાવવામાં આવે છે જે કર્મચારીના છેલ્લા મેળવેલા મૂળ પગાર અને તેમની કુલ સેવા સમયગાળાને આધારિત હોય છે. સામાન્ય રીતે દર વર્ષે 15 દિવસના પગાર જેટલી રકમ ગ્રેચ્યુઇટી તરીકે ગણવામાં આવે છે. તાજેતરમાં સરકારે કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેના મુજબ કર્મચારીનો મૂળ પગાર તેમના કુલ પગાર (CTC) નો ઓછામાં ઓછો 50 ટકા હોવો જોઈએ. આ નિયમને કારણે ગ્રેચ્યુઇટીની ગણતરીમાં વધારો થયો છે.

કર્મચારીઓ માટે વધારાનો લાભ

નવા નિયમોના અમલ બાદ કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઇટીની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે.એક્સપર્ટના કહેવા મુજબ હવે કર્મચારીઓને નિવૃત્તિ અથવા રાજીનામા સમયે મળતી રકમ પહેલાની સરખામણીએ આશરે 20 થી 30 ટકા સુધી વધારે મળી શકે છે. આથી ગ્રેચ્યુઇટી હવે માત્ર એક સામાન્ય લાભ નહીં પરંતુ ભવિષ્ય માટે મજબૂત આર્થિક આધાર બની રહી છે. ખાસ કરીને લાંબા ગાળાની સેવા આપનાર કર્મચારીઓ માટે આ બદલાવ વધુ લાભદાયી સાબિત થશે. જે તેમને નિવૃત્તિ પછી આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવશે.

50000 પગાર પર ગ્રેચ્યુઇટી કેવી રીતે ગણાય?

આ મુદ્દાને સરળ રીતે સમજીએ તો જો કોઈ કર્મચારીનો કુલ માસિક પગાર 50,000 હોય તો નવા નિયમો મુજબ તેનો બેઝિક સેલેરી ઓછામાં ઓછો 25000 ગણાશે. ગ્રેચ્યુઇટીની ગણતરી આ મૂળ પગારના આધારે કરવામાં આવે છે. એટલે કે દર વર્ષની નોકરી બદલ આશરે 15 દિવસના પગાર જેટલી રકમ ઉમેરાય છે. જો કર્મચારી એક વર્ષ પછી નોકરી છોડે છે તો તેને મળતી ગ્રેચ્યુઇટી અગાઉની સરખામણીએ વધુ રહેશે કારણ કે હવે બેઝિક સેલેરીમાં ફેરફાર કરીને વધારો કરવામાં આવ્યો છે. આ બદલાવને કારણે કર્મચારીઓને નિવૃત્તિ અથવા નોકરી છોડતી વખતે મળતી રકમમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ગ્રેચ્યુઇટીના ચુકવણીના નવા નિયમો

ગ્રેચ્યુઇટીની ગણતરી માટે સામાન્ય રીતે સ્વીકારેલ સૂત્ર છે. (છેલ્લો પગાર × 15 × સેવાના વર્ષો) ÷ 26. જે કર્મચારીના અંતિમ મૂળ પગાર અને કુલ સેવા સમયગાળાના આધારે નક્કી થાય છે. આ સૂત્રને કારણે કર્મચારીઓને તેમની સેવા પ્રમાણે યોગ્ય નાણાકીય લાભ મળે છે. સાથે જ 2026 ના નવા નિયમોમાં ચુકવણી સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે કંપનીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે કર્મચારીના રાજીનામા અથવા બરતરફી બાદ માત્ર બે કાર્યકારી દિવસ (48 કલાક)ની અંદર સંપૂર્ણ અને અંતિમ સમાધાન પૂર્ણ કરવું પડશે. જોકે ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવા માટે અલગથી મહત્તમ 30 દિવસનો સમયગાળો માન્ય રાખવામાં આવ્યો છે, જેથી કર્મચારીઓને સમયસર તેમના હક્કનો લાભ મળી શકે.

આ પણ વાંચો: મહારત્ન કંપનીના શેરમાં તેજી, 2 ગણા કરતા પણ વધુ વધ્યો નફો, ડિવિડન્ડનું પણ એલાન

નોકરિયાત વર્ગને ફાયદા

  • કપાત ન કરાયેલ બચત (Undeducted Savings)
  • વધારેલ ચુકવણી ( Enhanced Payouts )
  • ગીગ અને કોન્ટ્રાક્ટ કામદારો માટે લાભ (Benefits for Gig and Contract Workers)
  • નોંધપાત્ર કર બચત (Substantial Tax Savings)
  • કટોકટી સુરક્ષા (Emergency Protection)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Employee Benefits India ગ્રેચ્યુઇટી ગણતરી Gratuity Calculation
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ