ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મહારત્ન કંપનીના શેરમાં તેજી, 2 ગણા કરતા પણ વધુ વધ્યો નફો, ડિવિડન્ડનું પણ એલાન

બિઝનેસ / મહારત્ન કંપનીના શેરમાં તેજી, 2 ગણા કરતા પણ વધુ વધ્યો નફો, ડિવિડન્ડનું પણ એલાન

Published By: Nirav Kumar

Last Updated: 11:16 PM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)ના ચોથા ક્વોર્ટરમાં તેનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 156% વધ્યો છે. જેમાં BSE પર BHEL ના શેર 13% વધીને 398.95 રૂપિયા થયા છે.

ADVERTISEMENT

સોમવારે મહારત્ન કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. BSE પર BHEL ના શેર 13% વધીને 398.95 રૂપિયા થયા. આ કંપનીના શેર અત્યાર સુધીના હાઈ લેવલે પહોંચી ગયા છે. ચોથા ક્વોર્ટરમાં BHEL નો નફો બમણાથી વધુ થયો છે. BHEL એ તેના શેરધારકો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ કંપનીનો 52 અઠવાડિયાનો લો રેટ 205.20 રૂપિયા હતો.

  • BHELનો નફો 156% વધ્યો

ચોથા ક્વોર્ટરમાં આ મહારત્ન કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) નો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 156% વધ્યો છે. ચોથા ક્વોર્ટરમાં BHEL નો પ્રોફિટ 1290.50 રૂપિયા કરોડ રહ્યો છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં આ કંપનીને 504.45 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. માર્ચ 2026 ક્વોર્ટરમાં BHEL ની કામગીરીમાંથી આવક 12,310 કરોડ રૂપિયા હતી. કંપનીની આવક વાર્ષિક ધોરણે 37% વધી છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં BHEL ની કામગીરીમાંથી આવક 8993 કરોડ રૂપિયા હતી.

VTV DIGITAL

BHEL નો EBITDA 1754 કરોડ રૂપિયા રહ્યો છે, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 832 કરોડ રૂપિયા હતો. BHELનું માર્જિન પણ સુધરીને 14.2 % થયું છે, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 9.2% હતું.

  • BHEL એ ડિવિડન્ડની કરી જાહેરાત

તેના ચોથા ક્વોર્ટરના રિઝલ્ટ સાથે, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર 1.40 ના ડિવિડન્ડની ભલામણ કરી છે. જો અંતિમ ડિવિડન્ડ વાર્ષિક સામાન્ય સભા (AGM) માં મંજૂર કરવામાં આવે છે, તો ડિવિડન્ડ મીટિંગની તારીખથી 30 દિવસમાં ચૂકવવામાં આવશે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડનો કુલ ખર્ચ ચોથા ક્વોર્ટરમાં 28.3% વધીને 10,842.69 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 8,448.14 કરોડ રૂપિયા હતો.

આ કંપનીએ બે વાર બોનસ શેર વેચ્યા છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ પહેલાથી જ તેના શેરધારકોને બે વાર બોનસ શેર વેચ્યા છે. મે 2007 માં BHEL એ તેના રોકાણકારોને 1:1 ગુણોત્તરમાં બોનસ શેર વેચ્યા છે. મતલબ દરેક 1 શેર માટે એક બોનસ શેર હતો. સપ્ટેમ્બર 2017 માં BHELએ પણ 1:2 ગુણોત્તરમાં બોનસ શેર વેચ્યા છે. જેનો મતલબ દરેક 2 શેર માટે એક બોનસ શેર હતો.

વધુ વાંચો : શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ-નિફ્ટી હાઈ, ચૂંટણી પરિણામોની જોરદાર અસર

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ના શેર છેલ્લા 5 વર્ષમાં 565% થી વધુનો વધારો થયો છે. જેમાં 7 મે 2021 ના રોજ BHEL ના શેર 57.80 રૂપિયા પર હતા. જેમાં 4 મે, 2026 ના રોજ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના શેર 398.95 પર પહોંચી ગયા હતા. છેલ્લા 4 વર્ષમાં BHEL ના શેર 650% થી વધુ વધ્યા છે. તો છેલ્લા 3 વર્ષમાં BHEL ના શેર 375% થી વધુ વધ્યા છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BHEL Profit Increased Shares Rose

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ