બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ-નિફ્ટી હાઈ, ચૂંટણી પરિણામોની જોરદાર અસર

બિઝનેસ / શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ-નિફ્ટી હાઈ, ચૂંટણી પરિણામોની જોરદાર અસર

Bijal Vyas

Last Updated: 11:31 AM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. આ પરિણામોની સીધી અસર શેરબજારમાં પણ જોવા મળી રહી છે. ચૂંટણીના પરિણામોના દિવસે, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો જોરદાર ઉછાળા સાથે ઓપન થયા...

આજે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે, અને તેમને લગતા દરેક અપડેટ સેન્સેક્સ અને નિફ્ટીની ગતિવિધિને પ્રભાવિત કરી રહ્યા હોય તેવું લાગે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં મતગણતરી શરૂ થયા પછી, શેરબજારની ચાલ બદલાઇ ગઇ છે. શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ (BSE સેન્સેક્સ) શરૂઆતના સમયે જ 800 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE નિફ્ટી) પણ લગભગ 250 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

તેલની કિંમતોના બજાર પર અસર

શેરબજારમાં તેજી પાછળ અન્ય ઘણા પરિબળો પણ જોવા મળ્યા છે. તેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો એક મહત્વપૂર્ણ પરિબળ ગણી શકાય. ગયા શુક્રવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 114 ડોલર પર પહોંચી ગયો હતો. જોકે, સોમવારે ઘટાડા બાદ તે 108 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતો જોવા મળ્યો. WTI Crude Price પણ ઘટીને 101 ડોલર પર આવી ગયુ, જ્યારે Murban Crude Price 3.94 ટકા ઘટીને 103.8 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું, તેલના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનું જોખમ ઓછું થયું છે અને બજારની ભાવનામાં સુધારો થયો છે.

મિડકેપ અને સ્મોલકેપમાં પણ..

શેરબજારમાં તેજી વચ્ચે ફક્ત લાર્જ-કેપ શેરોમાં જ નહીં પરંતુ મિડ-કેપ અને સ્મોલ-કેપ કેટેગરીઓમાં પણ મજબૂત ગતિ જોવા મળી. BSE મિડકેપ ઇન્ડેક્સમાં, Aurus Labs Share (4.60%), Fortis Share (3.80%), Colpal Share (3.40%), Godrej Properties Share (3.10%) અને BHEL Share (2.60%) જેવા શેરોમાં તેજી જોવા મળી. સ્મોલ-કેપ કેટેગરીમાં, Asterdm Share (8.50%) અને Lal Path Lab Share (7.99%) નોંધપાત્ર ઉપરની ગતિ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

વિદેશોથી મળ્યા છે સારા સંકેત

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થાય તે પહેલાં જ, સેન્સેક્સ અને નિફ્ટી માટે વિદેશોમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા હતા, મોટાભાગના એશિયન શેરબજારો વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા, જ્યારે ગિફ્ટ નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો.

stock-market-12

બધા સેક્ટર ગ્રીન-ગ્રીન

શેરબજારમાં તેજી વચ્ચે, લગભગ તમામ ક્ષેત્રો ગ્રીન ઝોનમાં દેખાયા. નિફ્ટી ઓટો, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી મેટલ્સ અને નિફ્ટી પીએસયુ બેંકમાં વધારા સાથે ટ્રેડિંગ ચાલી રહ્યું હતું.

દિગ્ગજ કંપનીઓ માટે શેર દોડ્યા

શેરબજારમાં તેજી વચ્ચે, BSE લાર્જકેપ ઘટક શેરો - જેમાં Maruti Share (4.10%), HUL Share (3.95%), LT Share (2.50%), Asian Paints Share (2.40%), Adani Ports Share (2.35%) નો સમાવેશ થાય છે - તે વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ દરમિયાન, બેંકિંગ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો, જેમાં Axis Bank Share (1.80%), HDFC Bank Share (1.60%) અને SBI Share (1.30%)નો સમાવેશ થાય છે.

નિફ્ટી ઝટકામાં 24000ને પાર

સેન્સેક્સની જેમ નિફ્ટી ઇન્ડેક્સે પણ દિવસની શરૂઆત મજબૂત ગતિ સાથે કરી હતી. Election Results Day આ 50 શેરનો ઇન્ડેક્સ 24,000 ના સ્તરથી ઉપર ખુલ્યો - તેના અગાઉના શુક્રવારના બંધ 23,997 કરતા વધુ મજબૂત બન્યો અને ત્યારબાદ સેન્સેક્સ સાથે લોકસ્ટેપમાં આગળ વધીને 24,245 ના સ્તર પર પહોંચ્યો.

આ પણ વાંચોઃ રાધાકિશનની કંપનીના નેટ પ્રોફિટમાં 19.70 ટકાનો વધારો, સોમવારે ફોકસમાં રહેશે શેર

સેન્સેક્સ ખુલતા જ 800 અંક ઉછાળો

સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ, BSE સેન્સેક્સ 77,257 પર ખુલ્યો - જે તેના અગાઉના બંધ 76,913 થી વધુ હતો અને થોડીવારમાં જ, 30 શેરોનો ઇન્ડેક્સ 830 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 77,746 ના સ્તરે ટ્રેડ થયો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sensex nifty update election results day Stock Market Rally
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ