ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રાધાકિશનની કંપનીના નેટ પ્રોફિટમાં 19.70 ટકાનો વધારો, સોમવારે ફોકસમાં રહેશે શેર

બિઝનેસ / રાધાકિશનની કંપનીના નેટ પ્રોફિટમાં 19.70 ટકાનો વધારો, સોમવારે ફોકસમાં રહેશે શેર

Published By: Nirav Kumar

Last Updated: 08:15 PM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધાકિશન દમાનીની કંપનીના શેર પર સોમવારે રોકાણકારોની નજર રહેશે. કેમ કે તેને ક્વોર્ટલી રીઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં આ એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ નામની કંપનીએ વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં 19.70 ટકાનો વધારો નોંધાવ્યો છે.

ADVERTISEMENT

રાધાકિશન દમાનીની માલિકીની એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડે તેના ક્વોર્ટલી રીઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં કંપનીએ વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં 19.70 ટકાનો વધારો નોંધાવ્યો છે. માર્ચ ક્વોર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 656.42 કરોડ રૂપિયા તો. એક વર્ષ પહેલાં માર્ચ ક્વોર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 550.79 કરોડ રૂપિયા હતો.

  • કેટલી હતી ઇન્કમ?(એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ Q4 રીઝલ્ટ )

ડી-માર્ટનું સંચાલન કરતી એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડે 17683.86 કરોડ રૂપિયાની કામગીરીમાંથી આવક નોંધાવી હતી, જે 18.90 ટકાનો વધારો દર્શાવે છે. પાછલા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં, કંપનીની આવક 14871.86 કરોડ રૂપિયાની હતી.

માર્ચ ક્વોર્ટરમાં આ કંપનીનો ટેક્સ બાદ પ્રોફિટ 3.7 ટકા વધ્યો છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડનો કુલ ખર્ચ 16,797.86 કરોડ રૂપિયા હતો, જે વાર્ષિક ધોરણે 18.50 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચ ક્વોર્ટર દરમિયાન કંપનીની કુલ આવક 17,702.03 કરોડ રૂપિયા હતી.

VTV DIGITAL
  • નાણાકીય વર્ષ 26 માં સ્થિતિ

ગયા નાણાકીય વર્ષ દરમિયાન આ કંપનીનો પ્રોફિટ 2969.86 કરોડ રૂપિયા હતો, જે વાર્ષિક ધોરણે 9.7 ટકાનો વધારો દર્શાવે છે. આ દરમિયાન કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે 68,894.84 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે 15.80 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ માર્ચ ક્વોર્ટરમાં 58 નવા સ્ટોર્સ ખોલવાની જાણ કરી હતી જેનાથી ડી-માર્ટ સ્ટોર્સની કુલ સંખ્યા 500 થી વધુ થઈ ગઈ હતી.

વધુ વાંચો : કેન્દ્રનું મોટું એલાન, આ સેક્ટરમાં 100 ટકા FDIની આપી મંજૂરી

  • શેરનું કેવું પ્રદર્શન

ગુરુવારે માર્કેટ બંધ થતાં શેર 4590.70 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 0.06 ટકા ઘટીને છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરના ભાવમાં 15.89 ટકાનો વધારો થયો છે. એક વર્ષમાં આ શેરે 9.62 ટકાનો વળતર આપ્યું છે. તેનો ૫૨ અઠવાડિયાનો ઊંચો ભાવ 4916.30 રૂપિયા છે અને તેનો ૫૨ અઠવાડિયાનો નીચો ભાવ 3528.65 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 2.99 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડના શેરના ભાવમાં 30.69 ટકાનો વધારો થયો છે. તો પાંચ વર્ષમાં શેરમાં 60.60 ટકાનો વધારો થયો છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Radhakishan Damani Net Profit

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ