બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:33 AM, 2 March 2026
Middle East Tension: અમેરિકા-ઈરાન વચ્ચે વધતા યુદ્ધના માહોલે વૈશ્વિક બજારોમાં ચિંતા વધારી છે. સોમવારે બજાર ખુલતા જ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 10 ટકાનો ઉછાળો આવ્યો અને કિંમત આશરે 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ. નિષ્ણાતોનું માનવું છે કે જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. યુદ્ધમાં અત્યાર સુધી 10 દેશો સામેલ થઈ ચૂક્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી રહી છે.
ADVERTISEMENT
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 2743 પોઈન્ટ ઘટીને 78543 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 519 પોઈન્ટ ઘટીને 24659 પર ખુલ્યો. બેંક નિફ્ટી 1300 પોઈન્ટથી વધુ ઘટીને 1300 પોઈન્ટ પર બંધ થયો.
ADVERTISEMENT
તેલના ભાવમાં વધારાનું મોટું કારણ હોર્મુઝ સ્ટ્રેટ છે. વિશ્વના લગભગ 40 ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો આ માર્ગથી પસાર થાય છે અને તે ઈરાનના નિયંત્રણ હેઠળ છે. ઈરાનની ચેતવણી બાદ અનેક ટેન્કર માલિકો અને ટ્રેડિંગ કંપનીઓએ આ માર્ગ દ્વારા શિપમેન્ટ રોકી દીધી છે. ભારત અને ચીન આ માર્ગથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે. ભારત તેની કુલ જરૂરિયાતનું લગભગ 50 ટકા તેલ આ માર્ગથી મેળવે છે. જેના કારણે ભાવવધારો દેશની અર્થવ્યવસ્થાને સીધી અસર કરી શકે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 166 પોઈન્ટ નીચે ગયો છે અને 150 પોઈન્ટથી વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. શુક્રવારે સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટીમાં 317 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. પ્રી-ઓપન માર્કેટમાં તો નિફ્ટીમાં 900 પોઈન્ટ અને સેન્સેક્સમાં 7000 પોઈન્ટ સુધીની ગિરાવટનો સંકેત મળ્યો હતો. રોકાણકારો હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વૈશ્વિક ઘટનાઓના આગામી પ્રભાવની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.