બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 09:46 AM, 25 June 2025
અત્યારના સમયમાં સોનાના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કોમોડિટી એક્સપર્ટએ એક મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં રૂ. 10,000 જેટલો મોટો ઘટાડો થઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં થયેલા તાજેતરના ઘટાડા પાછળના અનેક વૈશ્વિક પરિબળો વિશે પણ જણાવ્યું છે. હાલમાં સમગ્ર વિશ્વમાં યુદ્ધોના કારણે બજારો પર અસર પડી છે અને સોનાનો ભાવ તેમાં અગ્રેસર રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
24 જૂન 2025 ના રોજ, જ્યારે કોમોડિટી બજાર બંધ થયું ત્યારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 900 નો ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 98,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો, જયારે છેલ્લી વખત તે રૂ. 99,800 પ્રતિ 10 ગ્રામ હતો. તેમ જ 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું રૂ. 800 ઘટીને 98,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું, જ્યારે અગાઉ તેનું બંધ ભાવ 99,100 રૂપિયા હતું.
ADVERTISEMENT
હાલમાં દુનિયામાં બે યુદ્ધ ચાલી રહ્યા છે. એક યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, જે હાલમાં સમાપ્ત થવાની કોઈ શક્યતા નથી. બીજું યુદ્ધ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 જૂનથી ચાલી રહ્યું છે, જે મંગળવાર, 24 જૂને સમાપ્ત થવાની સંભાવના છે. વાસ્તવમાં, આ યુદ્ધમાં US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંડોવણી પછી, બંને દેશો દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. તેની અસર સોનાના ભાવ પર પણ જોવા મળી હતી અને ભારતમાં એક દિવસમાં સોનું 900 રૂપિયા સસ્તું થઈ ગયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : રેલવેએ ટ્રેનના ભાડામાં કર્યો વધારો, તો પણ આ લોકોને સસ્તા ભાવે જ મળશે ટિકિટ
એક્સપર્ટ માને છે કે જો યુદ્ધવિરામ સંપૂર્ણ રીતે લાગુ થશે તો સોનાના ભાવમાં 10,000 રૂપિયા સુધીનો મોટો ઘટાડો શક્ય બની શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ હજુ પણ ચાલુ છે, પણ ઈઝરાયલ-ઈરાન યુદ્ધવિરામના સમાચાર સોનાના બજાર માટે એક મોટા બદલાવનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.