બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 AM, 3 April 2026
RBI Payments Vision 2028: RBI ભારતીય રિઝર્વ બેન્ક એક મોટા પ્લાન પર કામ કરી રહયું છે અને આ અંતર્ગત હવે કસ્ટમરને મોબાઈલ નેટવર્કની જેમ બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર કરવું એકદમ સરળ બની જશે. ભારતીય રિઝર્વ બેંક ગ્રાહકોને વધુ સુવિધા આપવા નવી યોજનાઓ પર કામ કરી રહી છે. આ પહેલથી બેંકિંગ સેવાઓ વધુ સરળ અને સુરક્ષિત બનવાની આશા છે.
ADVERTISEMENT
RBI “Payments Vision 2028” હેઠળ એક નવી વ્યવસ્થા તૈયાર કરી રહી છે. જેમાં ગ્રાહકો પોતાના બેંક ખાતાને એક બેંકમાંથી બીજી બેંકમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. આ પ્રક્રિયા મોબાઇલ નેટવર્ક બદલવા જેવી સરળ બનશે. એટલે કે ગ્રાહકોને નવું એકાઉન્ટ ખોલવાની જરૂર નહીં પડે અને તેમનો એકાઉન્ટ નંબર પણ બદલાશે નહીં. આ નવી સિસ્ટમથી ગ્રાહકોને મોટી રાહત મળશે અને બેંક બદલવાની પ્રક્રિયા સરળ બની જશે.
ADVERTISEMENT
RBI “Payment Switching Service (PaSS)” નામની નવી સિસ્ટમ વિકસાવી રહી છે. આ એક કેન્દ્રીય હબ તરીકે કામ કરશે. એટલે કે જ્યાં ગ્રાહકો તેમના તમામ પેમેન્ટ્સ એક જ પ્લેટફોર્મ પર જોઈ અને મેનેજ કરી શકશે. આ સિસ્ટમથી ગ્રાહકો તેમના એકાઉન્ટને સરળતાથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકશે અને નવી સેવાઓ પણ મેળવી શકશે. આ મોડલ બિલકુલ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી જેવું રહેશે. જેમાં નંબર બદલ્યા વગર સેવા પ્રોવાઇડર બદલી શકાય છે.
ADVERTISEMENT
હાલની મુશ્કેલ પ્રક્રિયા અને નવી રાહત
હાલમાં બેંક એકાઉન્ટ બદલવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. એકવાર એકાઉન્ટ પગાર, સબસિડી, EMI અને વીમા જેવી સેવાઓ સાથે જોડાઈ જાય પછી તેને બીજી બેંકમાં ટ્રાન્સફર કરવું મુશ્કેલ બની જાય છે. આ કારણે ઘણા લોકો બેંક બદલવાનું ટાળે છે. નવી PaSS સિસ્ટમ લાગુ થયા પછી આ સમસ્યા દૂર થશે અને ગ્રાહકોને વધુ લવચીકતા મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
RBI માત્ર દેશની અંદર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ સુધારા લાવવા કામ કરી રહી છે. સરહદ પારના પેમેન્ટ્સને વધુ ઝડપી, સસ્તા અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો અને ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. સાથે જ ડિજિટલ ચલણ (CBDC)નો ઉપયોગ વધારવાનો પણ વિચાર છે. છેતરપિંડી અટકાવવા માટે ચેક સિસ્ટમમાં સુધારા અને ઈ-ચેક લાવવાની તૈયારી ચાલી રહી છે. ઉપરાંત ગ્રાહકોને કોઈપણ ડિજિટલ પેમેન્ટ મોડને ચાલુ કે બંધ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. જેનાથી સુરક્ષા વધુ મજબૂત બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.