બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / નાની કંપનીના IPOમાં મોટું રિટર્ન, 15 દિવસમાં જ શેરના ભાવમાં 250% નો બમ્પર ઉછાળો

શેરબજાર / નાની કંપનીના IPOમાં મોટું રિટર્ન, 15 દિવસમાં જ શેરના ભાવમાં 250% નો બમ્પર ઉછાળો

Last Updated: 09:01 PM, 11 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીઈએમ એનવાયરો નામની કંપનીએ લિસ્ટ થતાંની સાથે જ શાનદાર પરફોર્મન્સ કર્યું હતુ. છેલ્લા પંદર દિવસમાં તેના શેર 75થી 280ને પર થઈ ગયા છે.

એક વેસ્ટ મેનેજમેન્ટની કંપનીના શેરે લોકોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. જેને પણ આ કંપનીના શેરમાં પૈસા રોક્યા હતા તેઓ અત્યારે માલામાલ થઈ ગયા છે. જીઈએમ એનવાયરો (GEM Enviro) નામની આ કંપનીના શેરમાં ગુરુવાર 11 જુલાઈના રોજ 10 ટકાની તેજી જોવા મળતા તેના શેર અત્યારે 280.50 રૂપિયાએ પોંહચી ગયા છે.  આ કંપનીનો IPO 19 જૂનના રોજ ખુલ્યો હતો, જે 21 જૂન સુધી ઓપન રહ્યો રહ્યો. 

વધુ વાંચો : iPhoneમાં મર્સિનરી સ્પાઈવેરનો ખતરો, યુઝર્સ માટે રેડ એલર્ટ! એપલે 98 દેશોમાં લોકોને ચેતવ્યા

IPOમાં GEM Enviroના શેરની કીંમત 75 રૂપિયા હતી. 75 રૂપિયાના ઇસ્યૂ પ્રાઇઝની જગ્યાએ તેના શેરમાં 250 ટકાનો ઉછાળો જોવા મળ્યો. અત્યારે આ કંપનીના શેર પાંચ દિવસમાં 33 ટકા વધી ગયા છે. 5 જુલાઈ 2024ના રોજ તેના શેર જ્યારે 210.35 રૂપિયાએ હતા તે આજે 11 જુલાઈએ વધીને 280.50 રૂપિયાએ પંહોચી ગયા છે. શેર માર્કેટમાં તેના શેર 26 જૂનના રોજ 149.62 રૂપિયા પર લિસ્ટ થયા હતા. IPOમાં તેની કીંમત 75 રૂપિયા હતી. 

PROMOTIONAL 1

આ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 73.44 ટકા છે. ત્યારે પબ્લિક શેર હોલ્ડર્સની ભાગીદારી 26.56 ટકા છે. તેની માર્કેટ કેપ 632 કરોડ રૂપિયા છે. તેના IPO 265.13 ગણા સબસ્ક્રાઈબ થયા હતા. રિટેલ રોકાણકારોના કોટા 240.25 ગણા સબસ્ક્રાઈબ થયા છે. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારો માત્ર એક લોટમાં દાવ લગાવી શકે તેમ હતા, એક લોટમાં 1600 શેર છે. જેથી રિટેલ રોકાણકારોને 120000 રૂપિયા રોકવા પડ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

IPO GEM Enviro Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ