બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું સરળ બન્યું, હવે ઓનલાઈન દેખાશે ITR 3 ફોર્મ

બીઝનેસ / ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું સરળ બન્યું, હવે ઓનલાઈન દેખાશે ITR 3 ફોર્મ

Maulik Patel

Last Updated: 04:51 PM, 30 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા 30 જુલાઈના એક નોટિસ જાહેર કરવામાં આવી હતી. તેમાં એક નવી સુવિધા અપાવામાં આવી છે. અને આ સમાચાર એ લોકો માટે છે જેને ટ્રેડિંગ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O), અનલિસ્ટેડ શેર્સ અથવા અન્ય કોઈ સોર્સેથી ઇન્કમ આવતી હોઈ તેના માટે મહત્વપૂર્ણ છે. ચલો જાણીએ કઈ સુવિધા આપવામાં આવી છે.

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા 30 જુલાઈના એક નોટિસ જાહેર કરવામાં આવી હતી જેમાં સત્તાવાર રીતે ITR-3 ફોર્મ ઓનલાઈન ભરવાની સુવિધા શરૂ કરી દીધી છે. આ નિર્ણય પછી, હવે જે લોકો શેરબજારમાં ટ્રેડીંગ કરે છે (જેમ કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ - F&O), કોઈપણ બિઝનેસ છે, અથવા અનલિસ્ટેડ શેર (જેમ કે NSE શેર) માં ઇન્વેસ્ટ કરે છે, તેઓ હવે સીધા ઇન્કમટેક્સ વેબસાઇટની મુલાકાત લઈને ITR-3 ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટએ આજે 30 જુલાઈના રોજ આ જાહેરાત કરી છે.

INCOME-TAX-1

શું તમને ખબર છે ITR-3 ફોર્મ શેના માટે છે?

ITR-3 ફોર્મ એવા વ્યક્તિઓ અને HUF માટે લાગુ પડે છે જેમને વ્યવસાયમાં પ્રોફિટ અથવા લોસ છે. આ ફોર્મ ખાસ છે કારણ કે તેને "કોમપ્રિહેંસીવ" અથવા "માસ્ટર ફોર્મ" તરીકે ઓળખવામાં આવે છે જેમાં એક જ જગ્યાએ અનેક પ્રકારની આવકની જાણ કરવી શક્ય છે.

ITR-3 ફોર્મ કોણ ભરી શકે છે?

  • આ શેર ટ્રેડિંગ અથવા F&O (સ્પેકયુલેટિવ અથવા નોન-સ્પેકયુલેટિવ) માંથી ઇન્કમ બનાવે છે.
  • અનલિસ્ટેડ ઇક્વિટી શેર્સમાં રોકાણ
  • પેઢીમાં ભાગીદાર તરીકે આવક
  • પગાર, પેન્શન, મકાન મિલકત અથવા અન્ય સ્ત્રોતોમાંથી ઇન્કમ
  • વિદેશમાંથી ઇન્કમ અથવા વિદેશી પ્રોપર્ટી
  • જેમની કુલ ઇન્કમ ₹50 લાખથી વધુ છે
  • જેઓ ITR-1, ITR-2 અથવા ITR-4 ફાઇલ કરવા માટે પાત્ર નથી
INCOME TAX ITR FORM 16 NEW LOGO

નાણાકીય વર્ષ 2024-25 માટે ITR-3 માં મુખ્ય ફેરફારો

capital gainsનું નવું રેપોર્ટિંગ

હવે 23 જુલાઈ, 2024 પહેલા અને પછીની તારીખોના આધારે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના મૂડી લાભોની અલગથી જાણ કરવી ફરજિયાત બની ગઈ છે.

બાયબેક પર નુકસાનની જાણ કરવી

જો શેર બાયબેક પર મૂડી નુકસાન થયું હોય અને અનુરૂપ ડિવિડન્ડ આવક "અન્ય સ્ત્રોતો" હેઠળ દર્શાવવામાં આવી હોય, તો નુકસાનનો દાવો કરી શકાય છે.

ઇન્કમ લિમિતમાં માં ફેરફાર

હવે જો કુલ વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ હોય (પહેલા આ મર્યાદા 50 લાખ રૂપિયા હતી) તો સંપત્તિ અને જવાબદારીઓની વિગતો આપવી જરૂરી રહેશે.

TDS સેક્શન કોડ રિપોર્ટિંગ

હવે શેડ્યૂલ-ટીડીએસમાં, ટીડીએસ કપાત માટેનો સેક્શન કોડ સ્પષ્ટ રીતે ભરવાનો રહેશે.

ટેક્સ રિજિમ ઓપ્શન (ફોર્મ 10-IEA)

આમાં, કરદાતાએ જણાવવાનું રહેશે કે તેણે ગયા વર્ષે નવી કર વ્યવસ્થા પસંદ કરી હતી કે નહીં અને આ વર્ષે તે કયો વિકલ્પ અપનાવવા માંગે છે.

Vtv App Promotion

કેપિટલ ગેઈન રિપોર્ટિંગમાં ફેરફારો

હવે 23 જુલાઈ, 2024 પહેલા અને પછીના મૂડી વિનિમયની અલગથી નોંધ કરવી પડશે.

ઇન્ડેક્સેશન માહિતી

જો જમીન કે મકાન ૨૩ જુલાઈ ૨૦૨૪ પહેલા વેચવામાં આવે, તો સંપાદન ખર્ચ અને સુધારણા ખર્ચનો અલગથી ઉલ્લેખ કરવો પડશે. તે જ સમયે, જો આવક ₹ ૧ કરોડથી વધુ હોય, તો સંપત્તિ અને જવાબદારીઓ વિશે માહિતી આપવી જરૂરી છે.

વધુમાં વાંચો : એવો IPO, જેને સરકારની તિજોરી કરી નાખી છલોછલ, રોકાણકારોને પણ કરાવશે તગડી કમાણી!

ડિવિડન્ડ ઇન્કમની નવી લાઇન

કંપની બાયબેકમાંથી મળેલી ડિવિડન્ડ ઇન્કમ કલમ 2(22)(f) હેઠળ અલગથી જાહેર કરવાની રહેશે.

શેર બાયબેક પર નુકસાનની જાણ કરવી

કંપની બાયબેકને કારણે કરદાતાઓ મૂડી નુકસાન બતાવી શકે તેવી નવી લાઇન ઉમેરવામાં આવી છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Income tax depatment ITR-form online facality Buisness
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ