- કુંડળીમાં બુધગ્રહ મજબૂત કરવાનાં ઉપાય
- બુધવારનાં દિવસે ગણેશજીનાં કેટલાક ઉપાય કરવા જોઈએ
- આ દિવસે ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ
માન્યતા અનુસાર ભગવાન ગણેશનું બુધવારનાં દિવસે વિધિપૂર્વક પૂજન કરવાથી સાધકનાં સૌભાગ્ય અને આવકમાં વધારો થાય છે. એટલું જ નહીં, શુભ કામોમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. જો તમે પણ પોતાની કુંડળીમાં બુધગ્રહને મજબૂત કરવા ઈચ્છો છો તો ગણપતિ બાપાનું પૂજન કરવું જોઈએ. આવું કરવાથી જીવનનાં આર્થિક સંકટ તો દૂર થાય જ છે સાથે ગણેશજીની કૃપા પણ વરસે છે.
બુધવારનાં ઉપાય
- જો તમે જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છો તો તેવામાં બુધવારનાં દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન ગણેશનું પૂજન કરવું. આ દરમિયાન આ મંત્રનો 21 વખત જાપ કરવો અને ભગવાનને નારિયેળ ચડાવવું. આવું કરવાથી સમસ્યાઓ દૂર થાય છે.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
- આર્થિક સંકટ દૂર કરવા માટે બુધવારનાં દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળનું અર્ધ્ય અર્પિત કરવું. આ બાદ ભગવાન શ્રીગણેશનું વિધિપૂર્વક અભિષેક કરવું અને પૂજા કરવી. વિશેષ ભોગ ચડાવવો. આવું કરવાથી ગણેશજીની કૃપાથી આર્થિક સંકટ દૂર થાય છે.
- બિઝનેસ અને કરિયરમાં ઉન્નતિ કરવા માટે બુધવારનાં દિવસે ભગવાન ગણેશનું પૂજન કર્યા બાદ શ્રદ્ધા અનુસાર ગરીબને મગની દાળનું દાન કરવું. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધગ્રહ મજબૂત થાય છે. તેનાથી બિઝનેસ અને કરિયરમાં પણ વૃદ્ધિ થાય છે.
- પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે બુધવારનાં દિવસે ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને દુર્વા અને શમીનાં પાન ચડાવવા. આવું કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.
વધુ વાંચો: ઘરમાં ગંગાજળ રાખતા હોય તો આટલું વિશેષ ધ્યાન રાખજો, પાત્ર, સ્થાનની પસંદગીની ભૂલ અપવિત્ર, નિયમો નોટ કરી લો