બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:14 PM, 18 March 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં પ્રયાગરાજ મહાકુંભ પર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીએ પ્રયાગરાજ મહાકુંભના આયોજનમાં યોગદાન આપનારા તમામ કર્મયોગીઓ અને પ્રયાગરાજના રહેવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભના આયોજન પર સંસદમાં ભાષણ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા ગંગાને પૃથ્વી પર લાવવાના કઠોર પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહાકુંભના આયોજન માટે પણ કઠોર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે પ્રયાગરાજના રહેવાસીઓ અને આ કાર્યક્રમમાં યોગદાન આપનારા તમામ કર્મયોગીઓનો આભાર માન્યો.
ADVERTISEMENT
સમગ્ર વિશ્વ ભારતીય ચેતનાનું સાક્ષી બન્યું
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાકુંભના રૂપમાં, સમગ્ર વિશ્વએ ભારતના ભવ્ય સ્વરૂપનું સાક્ષી બન્યું. મહાકુંભનો મહાન પ્રયાસ સફળ રહ્યો. મહાકુંભમાં રાષ્ટ્રીય ચેતના જોવા મળી અને મહાકુંભનો ઉત્સાહ અને ઉલ્લાસ અનુભવાયો. દેશની સામૂહિક ચેતનાનું પરિણામ મહાકુંભ દરમિયાન જોવા મળ્યું. યુવા પેઢી પણ મહાકુંભ સાથે સંપૂર્ણ ભાવનાથી જોડાઈ. મહાકુંભ પર પ્રશ્નો ઉઠાવનારાઓને તેમના જવાબ મળી ગયા છે. દેશના દરેક ખૂણામાં આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો છે. મોરેશિયસની પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ત્રિવેણીનું પવિત્ર જળ ત્યાં ગંગા તળાવમાં રેડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પીએમની સ્પીચ બાદ હોબાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ વિપક્ષી સભ્યોએ લોકસભામાં હંગામો શરૂ કરી દીધો. વિપક્ષી સભ્યોને સલાહ આપતાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહ નિયમોથી ચાલે છે. લોકસભામાં નિયમ 377 હેઠળ સ્પીકરે ગૃહની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી ચાલુ રહી.
ADVERTISEMENT
વેલમાં આવીને વિપક્ષનો હોબાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ વિપક્ષના સભ્યો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને પોતાની બેઠકો પર જવા માટે વારંવાર અપીલ કરી અને કહ્યું કે જો તમે તમારી બેઠકો પર બેસો તો હું તમને 1 વાગ્યા સુધી બોલવાની તક આપીશ. મંત્રી (અશ્વિની વૈષ્ણવ) એક વાગ્યે જવાબ આપશે. વિપક્ષી સભ્યોએ વેલમાં હંગામો ચાલુ રાખ્યો. આ પછી સ્પીકરે ગૃહને 1 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.