બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / Budget 2024 Middle class will get 300 units of electricity free What is PM Suryoday Yojana

તમારા કામનું / મિડલ ક્લાસને 300 યુનિટ વીજળી મફત મળશે, પણ કઈ રીતે? શું છે સરકારનો પ્લાન

Megha

Last Updated: 01:18 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના હેઠળ એક કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. આજે બજેટમાં પણ તેની જાહેરાત કરવામાં આવી છે.

  • નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી છે. 
  • નાણામંત્રીએ કહ્યું કે એક કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. 
  • પીએમ મોદીએ  પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું કે લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે. આ સિવાય નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, કોરોના હોવા છતાં પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3 કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ થયું. તેમજ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.

નાણામંત્રીએ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને ભવિષ્યમાં સરકાર શું કામ કરશે તે વિશે જણાવ્યું હતું. નિર્મલા સીતારમણે કહ્યું, "અમારી સરકાર વિકાસને પ્રોત્સાહન આપે છે. દરેક ભારતીયની આકાંક્ષાને પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના કોરોનાના પડકારો હોવા છતાં, અમે ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે જ દેશના 1 કરોડ ઘરોને સૌર ઉર્જા દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે."

નોંધનીય છે કે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ લગભગ એક કરોડ ઘરો પર સૂર્યોદય યોજના હેઠળ સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે આ યોજનાનો સૌથી વધુ ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થશે. આ યોજનાથી લાખો ગરીબ લોકો તેમના વીજ બિલમાં ઘટાડો કરી શકશે અને આજે બજેટમાં પણ તેની જાહેરાત કરવામાં આવી હતી.

એક કરોડ ઘરોને મફત વીજળી પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે રૂપ ટોપ સોલર સ્કીમ હેઠળ એક કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. તેનાથી દેશમાં વીજળીની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદ મળશે. મફત વીજળીનો આ લાભ તે 1 કરોડ પરિવારોને મળશે જેઓ સરકારની તાજેતરમાં જાહેર કરાયેલી નવી યોજના હેઠળ ઘરમાં સોલાર પેનલ લગાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ