ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દેશભરમાં BSNL 4Gના લાગશે 18,685 નવા ટાવર, ‘મેડ ઈન ઈન્ડિયા’ ટેક્નોલોજીથી મળશે ફાસ્ટ નેટવર્ક

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / દેશભરમાં BSNL 4Gના લાગશે 18,685 નવા ટાવર, ‘મેડ ઈન ઈન્ડિયા’ ટેક્નોલોજીથી મળશે ફાસ્ટ નેટવર્ક

Last Updated: 06:56 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

BSNL સ્વદેશી 4G નેટવર્ક વિસ્તારવા માટે 18,685 નવા ટાવર લગાવશે. જેને સોફ્ટવેરથી સરળતાથી 5જીમાં અપગ્રેડ કરી શકાશે. જેમાં ખાનગી કંપનીઓના મોંઘા રિચાર્જને કારણે લોકો BSNL તરફ આકર્ષાઈ રહ્યા છે અને કંપની દિલ્હી-મુંબઈથી 5G સેવા શરૂ કરવાની તૈયારીમાં છે.

1/5

photoStories-logo

1. BSNL 4G નેટવર્ક

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ હવે પોતાના 4G નેટવર્કને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા તૈયાર છે. ટીસીએસ અને તેજસ નેટવર્ક્સની ભાગીદારીમાં કંપની દેશભરમાં લગભગ 18,685 નવા ટાવર ઊભા કરશે. આ વિકાસની સૌથી મોટી વાત એ છે કે આખું નેટવર્ક સંપૂર્ણપણે સ્વદેશી છે – ‘મેડ ઇન ઇન્ડિયા’ ટેક્નોલોજી પર આધારિત. તેજસ નેટવર્ક્સને આ 4G નેટવર્ક માટે જરૂરી રેડિયો એક્સેસ નેટવર્ક સાધનો અને અન્ય એક્સેસરીઝ પૂરા પાડવાનો ઓર્ડર મળી ચૂક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એક લાખ સાઇટ્સ પર સક્રિય

આજે બીએસએનએલનું 4G નેટવર્ક લગભગ એક લાખ સાઇટ્સ પર સક્રિય છે અને ઘણા મોટા શહેરોમાં લોકોને સારી સ્પીડ અને સ્ટેબલ કનેક્શન મળી રહ્યું છે. નવા ટાવર શરૂ થતાં કંપનીની પહોંચ ઘણી વધી જશે અને વધુ વિસ્તારોના લોકો આ સ્વદેશી નેટવર્કનો લાભ લઈ શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 4G નેટવર્કની ખાસિયત

આ 4G નેટવર્કની એક મોટી ખાસિયત એ છે કે તેને માત્ર સોફ્ટવેર અપડેટથી જ 5જીમાં બદલી શકાય છે. તેથી જ કંપની ઝડપથી 4Gનું વિસ્તરણ કરી રહી છે, જેથી ટૂંક સમયમાં તેને 5G માં અપગ્રેડ કરવાનું સરળ બને.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બીએસએનએલ તરફ ઝુકાવ

તાજેતરમાં એરટેલ અને જિયોએ ઘણા સસ્તા રિચાર્જ પ્લાન બંધ કરી દીધા છે અને પ્રીપેડ રિચાર્જ મોંઘા થઈ ગયા છે. આને કારણે લોકો સોશિયલ મીડિયા પર બીએસએનએલ તરફ વળવાની વાત કરી રહ્યા છે. જો કંપની પોતાનું નેટવર્ક વધુ સારું અને વિશાળ બનાવે તો તેને ખરેખર મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે બીએસએનએલના પ્લાન હજુ પણ પ્રમાણમાં સસ્તા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. એક વર્ષ પૂર્ણ થશે

સપ્ટેમ્બરમાં બીએસએનએલ 4Gને એક વર્ષ પૂર્ણ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2025ના રોજ આ નેટવર્કની સત્તાવાર શરૂઆત કરી હતી. ત્યારથી જ 5G સેવાઓની અપેક્ષા રહી છે. કંપનીએ પણ કહ્યું છે કે તે દિલ્હી અને મુંબઈથી 5G સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. નવા 18,685 ટાવર લગાવાથી નેટવર્ક ઘણા વધુ લોકો સુધી પહોંચશે. અત્યારે ફાઇનલ ઓર્ડર મળી ગયો છે, પરંતુ આ કામ ક્યારે પૂરું થશે તેની હજુ સ્પષ્ટ માહિતી મળી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

new towers BSNL towers 4G network
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ