બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / bs6 hero splendor ismart specifications leaked all you need to know

ઑટો / નવી Hero Splendor જલ્દી થવા જઇ રહી છે લૉન્ચ, મળશે વધારે માઇલેજ

Published By: Krupa

Last Updated: 04:36 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સ્પ્લેન્ડરની સૌથી ખાસ વાત એ છે રે એમાં માઇલેજ વધારવા માટે ફ્યૂલ ઇન્જેક્શન ટેકનીકને સામેલ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિને નવી BS6 Hero Splendor iSmrat લૉન્ચ થશે.

નવું હીરો Hero Splendor જલ્દીથી ભારતમાં લૉન્ચ થવાનું છે. હીરો મોટોકૉર્પ પોતાની લોકપ્રિય બાઇકમાં ઘણા નવા ફીચર્સને સામેલ કરવા જઇ રહી છે. કંપનીએ આ વર્ષે જૂનમાં BS6 Hero Splendor થી પડદો ઊઠાવ્યો હતો, પરંતુ એ સમયે ફીચર્સને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ હવે લૉન્ચથી પહેલાથી જ આ બાઇકના ડૉક્યૂમેન્ટ ઑનલાઇન લીક થઇ ગયા છે. 

નવા સ્પ્લેન્ડરની સૌથી ખાસ વાત એ છે રે એમાં માઇલેજ વધારવા માટે ફ્યૂલ ઇન્જેક્શન ટેકનીકને સામેલ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિને નવી BS6 Hero Splendor iSmrat લૉન્ચ થશે. 

લુક 
જો કે બજારમાં મોજૂદ Hero Splendor iSmratનો લુક શાનદાર છે. ખાસ કરીને યુવાઓને ધ્યાનમાં રાખીને એના મૉડલમાં અપડેટ કરવામાં આવ્યું છે. વર્ષોછી ટૂ વ્હીલર સેગમેન્ટમાં સ્પ્લેન્ડરનો કબ્જો છે. કારણ કે એમાં સ્ટાઇલિશ લુકની સાથે જોરદાર પરફોર્મન્સ મળે છે. 

લીક થયેલા ડૉક્યુમેન્ટ્સના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે બીએસ6 સ્પ્લેન્ડર આઇસ્માર્ટ બે વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ થશે. એક ડ્રમ અને બીજા ફ્રંટ ડિસ્ક બ્રેક વેરિયન્ટ હશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એન્જીનમાં અપડેટના કારણએ એની કિંમત હાલની બીએસ 4 મૉડલની સરખામણીએ 10 થી 15 ટકા વધારે થઇ શકે છે. 

હાલ દિલ્હીમાં હીરોની આ બાઇકની શરૂઆતની કિંમત 56, 280 રૂપિયા છે. કંપનીની ફેસ્ટિવલ સિઝનમાં એને લૉન્ચ કરીને મજબૂત પકડ બનાવવાનો પ્રયત્ન કરાશે. 

લીક ડૉક્યુમેન્ટ્સ પ્રમાણે નવા Splendor iSmratમાં 113.2ccનું એન્જીન મળશે, જે હાલના મૉડલની સરખામણીએ વધારે છે. દેશભરમાં બીએસ6 એમિશન નૉર્મ્સ એપ્રિલ 2020થી લાગૂ થઇ જશે. 

નવું બાઇર BS6 એન્જીનની સાથે આવશે. હીરો મોટોકૉર્પે આ વર્ષે જૂનમાં આ બાઇકના માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ઑટોમોટિવ ટેક્નૉલજીથી બીએસ6 સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું. બીએસ6 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર દેશની પહેલી ટૂ વ્હીલર કંપની બની ગઇ હતી. 

બીએસ6 સ્પેલેન્ડર આઇસ્માર્ટને જયપુર, રાજસ્થાન સ્થિત કંપનીના રિચર્સ અને ડેવલોપમેન્ટ હબ CIT (સેન્ટર ઑફ ઇનોવેશન એન્ડ ટેક્નોલોજ)માં ડિઝાઇન અને ડેવલેપ કરવામાં આવ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Hero splendor ismart ઑટો સ્પ્લેન્ડર Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ