ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Britain's Health Minister also threatens to overthrow Corona virus, PM Boris Johnson

કહેર / બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી પણ કોરોના વાયરસની ચપેટમાં, પીએમ બોરિસ જોન્સન પર પણ મંડરાયો ખતરો

Published By: Intern

Last Updated: 10:34 AM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નદીન ડોરિસ પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે મંત્રીએ વડાપ્રધાન બોરિસ જોહન્સન  સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે એક ટ્વીટ કરીને ભાવુક સંદેશ પણ શેર કર્યો હતો.

ADVERTISEMENT

  • બ્રિટનમાં અત્યાર સુધી 373 લોકો કોરોનાથી સંક્રમિત થયા અને 6 લોકોનાં મોત નીપજ્યાં 
  • શુક્રવારે નદીન ડોરિસે કોરોના સામેના કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા 
  • આરોગ્ય મંત્રી હજારો લોકોના સંપર્કમાં આવ્યા છે, પીએમ બોરિસની સાથે પણ મુલાકાત કરી હતી 

ડોરિસ બ્રિટનના પહેલા નેતા છે કે જેમને COVID-19 નું સંક્રમણ થયું છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ હવે તે કોરોના વાયરસના સંપર્કમાં ક્યાં અને કેવી રીતે આવ્યા તે જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે.

બ્રિટિશ સાંસદ અને આરોગ્ય વિભાગના મંત્રી નદીન ડોરિસ કોરોનાથી સંક્રમિત થયા છે. કન્ઝર્વેટિવ સાંસદ નદિને મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, 'હું પુષ્ટિ કરું છું કે મારા કોરોના પર કરવામાં આવેલા ટેસ્ટમાં હું પોઝિટિવ આવી છું અને હું ઘરમાં બધા થી અલગ જ રહું છું.' આરોગ્ય વિભાગના અધિકારીઓ હવે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ કોરોના વાયરસના સંપર્કમાં કેવી રીતે આવ્યા.

પીએમ બોરિસ જોન્સન સાથે પણ કરી ચુક્યા છે મુલાકાત 

ડોરિસ એ યુકેના પહેલા નેતા છે કે જેઓ  COVID-19 થી સંક્રમિત થયા છે કોરોના સામે લડવાની કાયદાકીય જોગવાઈઓ ઘડવામાં તેઓએ ખુબ મદદ કરી છે, આ સાથે જ ચિંતામાં વધારો થયો છે કે જે લોકોએ આ દરમિયાન મુલાકાત લીધી હતી તે લોકો સુધી પણ કોરોના પહોંચ્યો ન હોય. એક અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં તે વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત હજારો લોકોના સંપર્કમાં આવી છે.

બ્રિટનમાં 6 લોકોનાં નીપજ્યાં છે મોત

નદીને કહ્યું, 'હું  NHS સ્ટાફનો આભાર માનું છું, જેમણે મને સલાહ અને સહયોગ આપ્યો છે.' માનવામાં આવે છે કે નદીનમાં કોરોનાની પુષ્ટિ થયા બાદ સંસદને મુલતવી રાખવામાં આવી છે. યુકેમાં અત્યાર સુધી 373 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 6 લોકોનાં મોત નીપજ્યાં છે.

નદીન ડોરિસે એક ટ્વીટમાં જણાવ્યું કે તેમને પોતાની ચિંતા નથી પરંતુ તેમના માતા જે 84 વર્ષના અને આ પરિસ્થિતિમાં તેમની સાથે રહે છે તેમની ચિંતા છે. તેમની માતાને પણ ખાંસીની શરૂઆત થતા હવે તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે. ડોરિસે લોકોને સતત હાથ ધોતા રહેવાની સલાહ પણ આપી.

સંકળાયેલા મુદ્દાઓ

Boris Johnson Corona Virus Health Minister Nadine dorries કોરોના વાયરસ નદીન ડોરિસ બોરિસ જોહન્સન સ્વાસ્થ્ય મંત્રી coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ