બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / britain omicron variant in corona corona in america

ટૅન્શન / ફરી લૉકડાઉન આવશે કે શું? આ દેશમાં તૈયારીઓ શરૂ, કોરોનાના કહેરથી અમેરિકાની હોસ્પિટલ હાઉસફૂલ

Kavan

Last Updated: 05:21 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને યૂરોપીય રાષ્ટ્રોમાં કોરોનાનો કહેર વધ્યો છે, રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવા વેરિયન્ટના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે અને અમેરિકાના મિશિગનમાં હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરાઈ ચૂકી છે.

  • અમેરિકા અને યૂરોપીય રાષ્ટ્રોમાં કોરોનાનો કહેર
  • દવાખાનાઓઓ દર્દીઓથી ખીચોખીચ થયાં
  • સ્વિત્ઝર્લેન્ડમાં લોકડાઉનની સ્થિતિ 

આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દવાખાનાઓમાં વેન્ટિલેટર્સ ઓછા પડી રહ્યા છે.ગત 24 કલાકમાં મિશિગનમાં 11,783 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 235 લોકોના મોત થયાં છે. તો ઈન્ડિયાનામાં છેલ્લા 2 અઠવાડિયામાં 49 ટકાથી વધુ કેસ નોંધાયા છે. તો દવાખાનાઓમાં સ્થિતિ વધુ તંગ ન બને તે માટે નેશનલ ગાર્ડ્સ બોલાવવાની ફરજ પડી છે. 

સ્વિત્ઝર્લેન્ડમાં લોકડાઉનની સ્થિતિ 

ઉલ્લેખનીય છે કે,  યુએસમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 43 કેસ મળી આવ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે વધતા શિયાળાના કારણે કેસ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે ક્રિસમસના કારણે બજારોમાં ઘણી ભીડ છે, આ પ્રકારે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બીજી તરફ સ્વિત્ઝર્લેન્ડમાં ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. બ્રિટનમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુરોપિયન દેશ જર્મનીના ડોક્ટરોએ કહ્યું છે કે દેશના નાગરિકોને કોવિડ વિરોધી રસીનો ચોથો ડોઝ આપવો જોઈએ. જર્મનીમાં અત્યાર સુધીમાં 11 લાખ લોકોને એન્ટી-કોવિડ વેક્સીનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ઓમિક્રોન યુકેમાં વિનાશ મચાવી શકે છે: વિશ્લેષણ

આપને જણાવી દઇએ કે, બ્રિટનમાં એક નવા વૈજ્ઞાનિક વિશ્લેષણમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સામાજિક મેળાવડા પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો આવતા વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોના વાયરસના નવા પ્રકારોથી 'ઉદભવતી સંક્રમણ'ની 'મોટી લહેર'નો સામનો કરવો પડી શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ કહે છે કે ઈંગ્લેન્ડમાં હાલમાં જે દરે ચેપ વધી રહ્યો છે તેના પરિણામે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ભારે વધારો થશે.

નવું વૈજ્ઞાનિક વિશ્લેષણ એવા સમયે આવ્યું છે જ્યારે બ્રિટનમાં 'ઓમિક્રોન' સંબંધિત 448 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોના વાયરસના નવા પ્રકારોને લગતા કુલ કેસોની સંખ્યા વધીને 1,265 થઈ ગઈ છે. વિશ્લેષણ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દેશની સ્થિતિને જોતા એવું લાગે છે કે જો લોકોને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો આવતા વર્ષે જાન્યુઆરીથી બ્રિટનને ઓમિક્રોનથી નીકળતી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે.

ઓમિક્રોન અને ડેલ્ટાએ વધાર્યું ટૅન્શન

અધ્યયનથી સંકેત મળે છે કે, ઓમિક્રોન સાથે જોડાયેલા કેસની સંખ્યા ડેલ્ટા વેરિયન્ટથી જોડાયેલા મામલાથી આગળ નીકળી શકે છે. અમેરિકા સહિત યૂરોપના દેશમાં હજી ડૅલ્ટા વેરિયન્ટથી જોડાયેલા મામલા વધુ છે, પ્રથમ ઓમિક્રોનના મામલે ઝડપથી વધી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ