બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Bright opportunities for fortune, beware of enemies, people of this zodiac sign will get good news on Sunday, see today's horoscope

29 ઓક્ટોબર / ભાગ્યોદય માટે ઉજળી તકો, શત્રુપક્ષથી રાખજો સાવધાની, આ રાશિનાં જાતકોને રવિવારે મળશે શુભ સમાચાર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:26 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
29 10 2023 રવિવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ એકમ
નક્ષત્ર ભરણી
યોગ સિદ્ધિ
કરણ બાલવ બપોરે 12.49 પછી કૌલવ
રાશિ મેષ (અ.લ.ઈ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. કોઈપણ કામમાં અટવાયેલા રહેશો. ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે. માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતનું સારું ફળ મળશે.મનોકામના પૂર્તિ માટે સમય સારો છે. કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલો દ્વારા આશીર્વાદ મળશે. નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. નવું કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે. ઉતાવળ કરશો તો નુકસાન થશે. સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગ બને છે.

કન્યા  (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આપની શિથિલતા નુકસાન કરાવશે. રોકાણમાં કાળજી રાખી કામ કરવું. સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે. કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે.  વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય.  ધંધાકીય પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય આપને અનુકૂળ બનશે. કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો. નાના-મોટા પ્રવાસની સંભાવના છે. ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. કોઈ શુભ સમાચાર મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પસંદગીના કામમાં આનંદ મળશે. પરિવારજનોથી ઉત્તમ લાભ થશે. નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે. 

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે. પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે. માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ