ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Bride and groom can not go to toilet for 7 days after marriage

OMG / જબરો રિવાજ... અહીં લગ્ન પછી ૩ દિવસ સુધી વર-વધૂને શૌચાલય જવા પર પ્રતિબંધ!

Published By: Intern

Last Updated: 05:46 PM, 4 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નમાં દરેક જગ્યાએ અલગ અલગ રીત-રિવાજો હોય છે, જેનું મનેકમને પણ પાલન કરવું પડતું હોય છે. દરેક ધર્મના લોકો પોત-પોતાના નિયમો મુજબ તેનું આયોજન કરે છે, જેની સાથે તેનું પાલન કરતા હોય છે. જો કે, અમુક રિવાજોને લઈ લોકોમાં અંધવિશ્વાસ પણ હોય છે, કે જો આ રિવાજનું પાલન ન કર્યું તો, નવવિવાહિત દંપતીનું જીવન મુશ્કેલમાં મુકાઈ જશે.

ADVERTISEMENT

  • વર-વધૂને લગ્નના ત્રણ દિવસ બાદ એકબીજાને શૌચાલયમાં જવા દેતા નથી
  • આ રિવાજ ઈંડોનેશિયાના ટ્વોંગ સમુદાયમાં ઘણો પ્રચલિત છે
  • નવવિવાહિત દંપતીઓ પર ખાવા-પીવાનો પણ પ્રતિબંધ લગાવે છે

જયારે અમુક દેશના કાયદા તો એવા છે કે, તેને જોઈ આપણને પણ નવાઈ લાગે. આવો જ એક રિવાજ ઈંડોનેશિયામાં છે, જયાં વરરાજા અને નવવધૂને લગ્ન કર્યા બાદ ત્રણ દિવસ સુધી શૌચાલયમાં જવાનું હોતું નથી. કહો કે, તેને બળજબરીપૂર્વક શૌચાલયમાં જવા દેવાતા નથી. આ રિવાજને સાંભળી તમને અજીબ લાગે, પણ ઈંડોનેશિયામાં લોકો આ રિવાજને એકદમ સખ્તાઈ સાથે નિભાવી રહ્યા છે. 

પ્રતિકારાત્મક તસ્વીર 

આ રિવાજ ઈંડોનેશિયાના ટ્વોંગ સમુદાયમાં ઘણો પ્રચલિત છે. આ રિવાજ મુજબ વર-વધૂને લગ્નના ત્રણ દિવસ બાદ એકબીજાને શૌચાલયમાં જવા દેતા નથી. આ પ્રથાને તોડવી, તેમની સભ્યતા વિરુદ્ધ અપમાન મનાય છે. ટોંડ સમુદાયના લોકો માને છે કે, લગ્ન એક પવિત્ર બંધન છે. શૌચાલયમાં જવાથી લગ્નની પવિત્રતા ખતમ થઈ જાય છે, જેથી વર-વધૂ અપવિત્ર થાય છે.

પ્રતિકારાત્મક તસ્વીર 

તેઓ એવું પણ માને છે કે, એક જ શૌચાલય કેટલાય લોકો વાપરતા હોવાથી તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે. ત્યારે આવા સમયે જો નવવિવાહિત દંપતી પણ આ શૌચાલયનો ઉપયોગ કરે છે, તો તેમનામાં પણ નકારાત્મકતા આવી જાય છે, આગળ જતાં આ સંબંધ તૂટી જાય છે. તેથી નવવિવાહિત આ દંપતીઓ પર ખાવા-પીવાનો પણ પ્રતિબંધ લગાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Groom Indonesia Toilet bride ઈંડોનેશિયા વર-વધૂ શૌચાલય OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ