બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Breathless farmers of 7 villages of Allpad, Surat demand cancellation of solar project

આક્રોશ / સુરતના ઓલપાડના 7 ગામના ખેડૂતોના શ્વાસ અધ્ધર, સોલાર પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ, જાણો સમગ્ર મામલો

Priyakant

Last Updated: 03:08 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોલાર પ્રોજેકટ માટે સરકારે 300 એકર જમીન ફાળવ્યા બાદ હવે વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને ભારે મુશ્કેલી

  • સોલાર પ્રોજેક્ટને લઈ વિવાદ, ઓલપાડ તાલુકાના સેલુત ગામે વિરોધ
  • સરકારે ફાળવી છે 300 એકર જમીન, પ્રોજેકટની જગ્યા પર 3થી 10 ફૂટ પાણી ભરાયા
  • પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ થશે, પ્રોજેકટ રદ ખેડૂતોની માગ

સુરતના કુડીયા ગામે સોલાર પ્રોજેક્ટને લઈ વિવાદ સામે આવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સોલાર પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જશે. હાલમાં પ્રોજેકટવાળી જગ્યાએ 42 ગામોનું વરસાદી પાણી આવતા પ્રોજેકટની જગ્યા પર 3થી 10 ફૂટ પાણી ભરાયા છે. જેને કારણે આસપાસના 5થી 7 ગામના ખેડૂતોને ગંભીર અસર થશે તેવું ખેડૂતોનું કહેવું છે. જેથી હવે ખેડૂતોએ સોલાર પ્રોજેકટ રદ કરવાની માંગ કરી છે. 

સોલાર પ્રોજેક્ટને લઈ વિવાદ

સુરતમાં હાલ વરસાદી માહોલ છે તેવામાં હવે સોલાર પ્રોજેક્ટને લઈ નવો વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ ઓલપાડ તાલુકાના સેલુત ગામ નજીક સોલાર પ્રોજેકટ માટે સરકારે 300 એકર જમીન ફાળવી છે. જોકે હવે વરસાદી વાતાવરણ વચ્ચે પ્રોજેકટવાળી જગ્યાએ 42 ગામોનું વરસાદી પાણી આવે છે. જેને કરને સોલાર પ્રોજેકટની જગ્યા પર 3થી 10 ફૂટ પાણી ભરાયા છે. ખેડૂતોએ પ્રોજેક્ટના કારણે પાણી ભરાશે તેવો આક્ષેપ કરી પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ કરી છે. 

 

ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ ? 

સુરત કુડિયાના ગામે સોલાર પ્રોજેક્ટને લઈ વિવાદ સામે આવ્યો છે. જેમાં ઓલપાડ તાલુકાના સેલુત ગામ નજીક સોલાર પ્રોજેકટ માટે ફાળવેલ જમીનમાં 3થી 10 ફૂટ પાણી ભરાયા છે. હકીકતે પ્રોજેકટવાળી જગ્યાએ 42 ગામોનું વરસાદી પાણી આવે છે. આ તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે, સોલાર પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ પણ બંધ થશે. જેને કારણે આસપાસના 5થી 7 ગામના ખેડૂતોને ગંભીર અસર થશે. જેને લઈ ખેડૂતોએ સોલાર પ્રોજેકટ રદ કરવાની માંગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

olpad solar project surat ઓલપાડ સુરત સોલાર પ્રોજેક્ટ surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ