બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Breaking: Gujarat government took a big decision for farmers after heavy rains
Last Updated: 11:37 AM, 14 July 2022
ADVERTISEMENT
રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે આજે સવારે જ ગુજરાતમાં ભારે વરસાદને લઈ 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે, જે બાદમાં આજે ફરી એક વાર મોટો નિર્ણય લઈ પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે.
ADVERTISEMENT
અસરગ્રસ્ત જિલ્લામાં થશે પાક નુકસાનીનો સર્વે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુક્શાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે. સરકારે આજે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવા સૂચનો આપ્યા છે.
રાજ્ય સરકારે 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી
રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે. આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યમાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની 156 નગરપાલિકાઓને સાફ-સફાઈ, દવાનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે કુલ ₹17.10 કરોડની સહાયની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત
— CMO Gujarat (@CMOGuj) July 14, 2022
કયા વર્ગની નગરપાલિકાને કેટલી સહાય ?
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.