ન્યૂઝ અપડેટ્સ
VTV / Bounce launches affordable electric scooter, 60Km range
Last Updated: 04:42 PM, 1 March 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
આ નવું ઇલેક્ટ્રીક સ્કુટર ગ્રાહક કંપનીની અધિકારીક મોબાઇલ ઍપથી બૂક કરી શકે છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટર સબસ્ક્રિપ્શન પ્લાન સાથે લોન્ગ ટર્મ રેન્ટલ પ્લાન હેઠળ પણ ઉપલબ્ધ છે. હાલ આ સુવિધા માત્ર બેંગ્લોરના લોકો માટે જ છે.
Bounceના આ સ્કૂટરનો કોડનેમ N3310 છે. જેના પર કંપની ઘણી મહિનાઓથી કામ કરી રહી હતી. આ સ્કૂટર સંપૂર્ણ રીતે ઇન હાઉસ પ્રોડક્શનમાં જ બન્યુ છે. જો કે ગયા વર્ષે સ્કુટરનો કોન્સેપ્ટ વર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ પ્રોડક્શન મોડલ તેનાથી અલગ છે. જેમ તે તેનુ વાઇઝર પહેલાની જેમ લાંબુ નથી અને તેની હેડલાઇટ પણ નાની થઇ ગઇ છે.
ADVERTISEMENT
ડ્રાઇવિંગ રેન્જ
Bounceનું આ ઇલેક્ટ્રી સ્કૂટરમાં કંપનીએ સ્વેપેબલ બેટરીનો ઉપયોગ કર્યો છે. જેને આસાનીથી બહાર કાઢી શકાય છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં સ્કૂટર 60 કિમી સુધી ચાલે છે. તેની સ્પીડ 25 થી 30 કિમી પ્રતિ કલાક છે. મહત્વનું છે કે બેટરી સ્વેપીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને Revolt motors દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જે ખુબ ઉપયોગી અને આસાન સિસ્ટમ છે.
શું હોય છે બેટરી સ્વેપિંગ
આમાં યુઝરને વારે વારે વાહનની બેટરી ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. વાહનમાં આપેલ બેટરી સિવાય એક બીજી બેટરી મળે છે જેને તમે ચાર્જ કરી શકો છો અને જ્યારે તમારી પાસે સમય ન હોય ત્યારે બીજી બેટરી સ્કૂટરમાં નાંખીને જઇ શકો છો.
ADVERTISEMENT
ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત
કંપનીએ આ સ્કૂટરને આકર્ષક કિંમતની સાથે રજૂ કર્યુ છે. આ સ્કુટરને કેશમાં ખરીદી શકો છો. સ્કૂટરની કિંમત 46000 રૂપિયા છે. હાલ પૂરતુ આ સ્કુટર બેંગ્લોરમાં જ ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો