બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: 180 રનમાં જ ટીમ ઇન્ડિયા ઓલ આઉટ, પિંક બોલ સામે ન ચાલ્યો ભારતનો જાદુ, સ્ટાર્કે 6 વિકેટ ખેરવી કાઢી
Last Updated: 02:30 PM, 6 December 2024
ind vs aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ આજથી (6 ડિસેમ્બર) એડિલેડમાં શરૂ થઈ ગઈ છે. જેમાં ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 180 રનના સ્કોર પર સમેટાઈ ગઈ છે.
ADVERTISEMENT
Border Gavaskar Trophy 2nd Test | India all out at 180 (Nitish Kumar Reddy 42, KL Rahul 37; M Starc 6/48)
— ANI (@ANI) December 6, 2024
(Pic: BCCI) pic.twitter.com/aRF4orVcB0
ભારતીય ટીમ 180 રનમાં ઓલઆઉટ
ADVERTISEMENT
ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 180 રન પર જ સમેટાઈ ગઈ છે. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 37 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ છ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે ટેસ્ટ કારકિર્દીની 15મી વખત 5 વિકેટ ઝડપી છે.
બંને દેશ માટે સીરિઝ મહત્વપૂર્ણ
નોંધનીય છે કે, બંને દેશો વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અગાઉ ભારતીય ટીમે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે તે સીરિઝમાં 1-0થી આગળ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કુલ પાંચ ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ સીરિઝ WTCના ફાઈનલમાં પહોંચવા માટે બંને દેશ માટે મહત્વપૂર્ણ છે.
વધુ વાંચો : મેચમાં જોવા જેવી થઈ! બેટિંગ કરવા મેદાન પર આવ્યો કોહલી, પાછું ફરવું પડ્યું, જુઓ VIDEO
બંને ટીમો એક પિંક બોલ ટેસ્ટ હારી છે
નવેમ્બર 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં કાંગારૂ ટીમનો 3 વિકેટે વિજય થયો હતો. અત્યાર સુધીમાં 10 ટીમો વચ્ચે કુલ 22 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં ટ્રેલિયાએ સૌથી વધુ પિંક બોલ ટેસ્ટ રમી છે જેમાંથી 11 તેણે જીતી છે અને 1માં હારનો સામનો કરવો પડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT