બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મેચમાં જોવા જેવી થઈ! બેટિંગ કરવા મેદાન પર આવ્યો કોહલી, પાછું ફરવું પડ્યું, જુઓ VIDEO
Last Updated: 01:50 PM, 6 December 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ છે. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત ઓસ્ટ્રેલિયા પર 1-0થી આગળ છે. એડિલેડ ઓવલમાં ચાલી રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટી-બ્રેક સુધી ભારતે 82 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે અત્યાર સુધીમાં 3 વિકેટ ઝડપી છે. જ્યારે સ્કોટ બોલેન્ડને 1 વિકેટ મળી હતી. યશસ્વી જયસ્વાલ (0), કેએલ રાહુલ (37), વિરાટ કોહલી (7) અને શુભમન ગિલ (31) પેવેલિયન પરત ફર્યા છે.
ADVERTISEMENT
એડિલેડ ટેસ્ટ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાન પર આવ્યો હતો, પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે તેને મેદાનમાંથી પરત ફરવું પડ્યું. ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન, આઠમી ઓવરમાં એક અદ્ભુત ડ્રામા જોવા મળ્યો હતો. આઠમી ઓવરમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ બોલિંગ કરવા આવ્યો અને તેની સામે KL રાહુલ સ્ટ્રાઈક પર હાજર હતો. આઠમી ઓવરમાં સ્કોટ બોલેન્ડનો પહેલો જ બોલ ખૂબ જ ખતરનાક હતો, જેના પર કેએલ રાહુલનો માર પડ્યો.
ADVERTISEMENT
'KL'ucky Rahul! 😮💨#ScottBoland’s dramatic start to the #PinkBallTest: No-ball dismissal of #KLRahul on the first delivery and a dropped catch on the fifth ball! 🏏🎭
— Star Sports (@StarSportsIndia) December 6, 2024
Will he make it BIG now? 👀#AUSvINDOnStar 2nd Test 👉 LIVE NOW on Star Sports! #AUSvIND | #ToughestRivalry pic.twitter.com/dCYLDKv2Pd
ત્યારબાદ થર્ડ અમ્પાયરે ટીવી રિપ્લેમાં જોયું કે સ્કોટ બોલેન્ડે નો બોલ ફેંક્યો હતો. આ પછી સ્કોટ બોલેન્ડના બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલ આઉટ થતા બચી ગયો હતો અને તેના ચહેરા પર રાહતની ખુશી જોવા મળી હતી. તે જ સમયે બાઉન્ડ્રી લાઇન પર પહોંચી ગયેલા વિરાટ કોહલીને અડધા રસ્તે પરત ફરવું પડ્યું હતું.
— Pandit Pranoob (@pranoob76889) December 6, 2024
અચાનક આવેલા આ નાટકીય બદલાવથી વિરાટ કોહલી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક જ બોલ પર બનેલી આ ઘટનાઓએ મેચમાં કોમેડી જેવી સ્થિતિ સર્જી હતી
આ પણ વાંચો : આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પિંક બોલ ટેસ્ટ, એડિલેડના મેદાનમાં થશે ટક્કર
સ્કોટ બોલેન્ડના આ ઘાતક બોલ પર કેએલ રાહુલે પોતાનું બેટ ફેંક્યું અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પાછળ કેચ પકડવાની અપીલ કરી. અમ્પાયરે પણ આંગળી ઉંચી કરીને કેએલ રાહુલને આઉટ કરવાનો સંકેત આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ તેના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરવા લાગ્યા. તે જ સમયે કેએલ રાહુલને આઉટ થતાં વિરાટ કોહલી તેનું સ્થાન લેવા બાઉન્ડ્રી લાઇન પર પહોંચી ગયો હતો. પછી વાર્તાએ અચાનક નાટકીય વળાંક લીધો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT