બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પિંક બોલ ટેસ્ટ, એડિલેડના મેદાનમાં થશે ટક્કર

ક્રિકેટ / આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પિંક બોલ ટેસ્ટ, એડિલેડના મેદાનમાં થશે ટક્કર

Last Updated: 08:22 AM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, જેમાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે જેમાં પહેલી મેચ ભારતીય ટીમે જીતીને 1-0 થી લીડ મેળવી લીધી છે. હવે બીજી ટેસ્ટ ડે-નાઈટ હશે જે આજથી એટલે કે 6 ડિસેમ્બરથી એડિલેડમાં પિંક બોલથી રમાશે.

Border-Gavaskar Trophy:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર એક જ પિંક બોલ ટેસ્ટ રમાઈ હતી જેમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. આ મેચ એડિલેડમાં વર્ષ 2020 માં રમાઈ હતી ત્યારબાદ આજે બીજી વાર બંને ટીમો વચ્ચે પિન્ક બોલની ટેસ્ટ રમાશે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની આ બીજી મેચ એડિલેડમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.

બંને ટીમો એક પિંક બોલ ટેસ્ટ હારી છે

નવેમ્બર 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં કાંગારૂ ટીમનો 3 વિકેટે વિજય થયો હતો. અત્યાર સુધીમાં 10 ટીમો વચ્ચે કુલ 22 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં ટ્રેલિયાએ સૌથી વધુ પિંક બોલ ટેસ્ટ રમી છે જેમાંથી 11 તેણે જીતી છે અને 1માં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત બીજા સ્થાને

આ મામલે ભારતીય ટીમ બીજા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 4 પિંક બોલ ટેસ્ટ રમી છે, જેમાંથી 3માં જીત મેળવી છે અને માત્ર એક મેચ હારી છે. ભારતીય ટીમે પિંક બોલ ટેસ્ટમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે. ભારતીય ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ ત્રણેય ડે-નાઈટ ટેસ્ટ જીતી છે. ભારતીય ટીમે વિદેશમાં 4 માંથી 1 જ પિંક બોલ ટેસ્ટ રમી હતી જેમાં તેને હાર મળી હતી. ત્યારે આજે આ ટેસ્ટ જીતીને ભારત રેકોર્ડ બનાવવા પ્રયત્ન કરશે.

ટેસ્ટ સિરીઝમાં ભારત Vs ઓસ્ટ્રેલિયા

  • કુલ ટેસ્ટ સિરીઝ:28
  • ભારત જીત્યું : 11 વાર
  • ઓસ્ટ્રેલિયા જીત્યું: 12 વાર
  • ડ્રો: 5

ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ સિરીઝનો રેકોર્ડ

  • કુલ ટેસ્ટ સિરીઝ: 13
  • ભારત જીત્યું : 2 વાર
  • ઓસ્ટ્રેલિયા જીત્યું: 8 વાર
  • ડ્રો: 3

આઝાદી પછી કાર્યો હતો પ્રથમ પ્રવાસ

ભારતીય ટીમ 1947થી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરતી આવી છે. ત્યારથી અત્યારસુધી ક્રિકેટના મેદાન પર બંને ટીમો વચ્ચે રોમાંચક મેચો જોવા મળી છે. અત્યાર સુધી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની ધરતી પર 13 ટેસ્ટ રમી ચૂકી છે. છેલ્લી બે ટેસ્ટમાં કાંગારૂ ટીમ તેના જ ઘરઆંગણે સતત હારતી આવી છે. ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને હેટ્રિક બનાવવાની તક છે. ભારતીય ટીમે આઝાદીના લગભગ ચાર મહિના બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. તે ઓસ્ટ્રેલિયન ટીમમાં સર ડોનાલ્ડ બ્રેડમેન (178.75ની એવરેજથી 715 રન) અને ઝડપી બોલર રે લિંડવોલ (18 વિકેટ)નો સમાવેશ થાય છે. ભારતીય પ્લેયર વિજય હજારેએ સૌથી વધુ 429 રન બનાવ્યા હતા.

વધુ વાંચો: આવી ગયું ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુઅલ! આ દેશમાં થશે ફાઈનલ સહિત ભારતની મેચો

આ છે હાલની ટેસ્ટ મેચના પ્લેયર્સ

ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને દેવદત્ત પડિકલ.

ટીમ ઓસ્ટ્રેલિયા

પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર, બ્રાન્ડોન ડોગેટ અને સીન એબોટ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Border-Gawaskar Trophy Pink Ball Test IndvsAus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ