બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:13 PM, 5 December 2024
આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો જાય છે. ટૂર્નોમેન્ટનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ કયા દેશમાં યોજાશે તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બેઠક ગુરુવારે (5 ડિસેમ્બર) મળવાની હતી. પરંતુ ફરી એકવાર તેને મોકૂફ રાખવામાં આવી છે. હવે આ બેઠક 7મી ડિસેમ્બરે યોજાશે.
ADVERTISEMENT
PCB હાઇબ્રિડ મોડલ માટે સંમત
ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે હાઇબ્રિડ મોડલ માટે સંમત થઈ ગયું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે પોતાની મેચ અન્ય કોઈ દેશમાં રમી શકે છે.
ADVERTISEMENT
ફાઈનલ સહિત કુલ 15 મેચો
ICCએ UAEમાં ફાઈનલ સહિત ભારતીય ટીમની તમામ મેચો શેડ્યૂલ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત ફાઈનલ સહિત કુલ 15 મેચો યોજાવાની છે. જેમાંથી ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ ગ્રુપ સ્ટેજની મેચો UAEમાં યોજવાની યોજના બનાવવામાં આવી છે. હવે માત્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT