બ્રેકિંગ ન્યુઝ
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ રેઈડ કેસમાં ધરપકડ કરાયેલ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ મંગળવારે સુનાવણી કરશે. આર્યન ખાને 20 ઓક્ટોબરે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પહેલા આ કેસમાં દાખલ અરજીને ફગાવી દેતા આર્યન ખાનની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.
ADVERTISEMENT
સ્પેશિયલ કોર્ટે 20 ઓક્ટોબરે તેની અરજી ફગાવી દીધા બાદ એડવોકેટ સતીશ માનશિંદેની કાનૂની ટીમ મુંબઈ હાઈકોર્ટમાં ગઈ હતી. ત્યારપછી કોર્ટે 26 ઓક્ટોબર, મંગળવારના રોજ આ મામલાની સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી. આ કેસમાં આર્યનના વકીલે અગાઉ કહ્યું હતું કે, "અમે કોર્ટને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થવી જોઈએ, પરંતુ જજે ઇનકાર કર્યો હતો."
ADVERTISEMENT
ડ્રગ ચેટિંગના મામલે અનન્યા પાંડેની પૂછપરછ
આર્યન ખાન સાથે ડ્રગ ચેટિંગના મામલે ગુરુવારે બપોરે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ એનસીબીના ચીફ ઓફિસર સમીર વાનખેડે પોતે આગેવાની લઈ રહ્યા છે અને અનન્યાની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનન્યાને ડ્રગ્સ કેસ અંગે આર્યન ખાન સાથે ચેટિંગ કરવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી ગુરુવારે સવારે અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી અને બપોરે તેને તપાસમાં જોડાવા માટે બોલાવ્યો હતો. જોકે અભિનેત્રી નિર્ધારિત સમય કરતા થોડા સમય બાદ એનસીબી ઓફિસ પહોંચી હતી. તેની સાથે પિતા ચંકી પાંડે પણ હતા.
બીજી વાર જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
7 ઓક્ટોબરે મુંબઈ સ્પેશિયલ કોર્ટે આરોપી આર્યનખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો આજે કસ્ટડીની મુદત પૂરી થઈ હતી જેને પગલે કોર્ટે તેને 30 ઓક્ટોબર સુધી લંબાવી દીધી હતી.
ADVERTISEMENT
Cruise ship raid case | A Mumbai Court adjourns hearing for tomorrow on bail applications of Aryan Khan, Arbaaz Merchant and Munmun Dhamecha
— ANI (@ANI) October 13, 2021
ADVERTISEMENT
સેશન્સ કોર્ટના જજ વીવી પાટીલે આર્યન ખાન સહિત અન્ય 2 આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી રદ્દ કરી હતી. ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીનની અરજી છેલ્લા ઘણા સમયથી ટળી રહી છે. આશા હતી કે અગાઉ આર્યનને જામીન મળી જાય પરંતુ કોર્ટે શાહરુખ-ગૌરીના દિકરાની અરજી પર રિજેક્શનની મોહર મારી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સમીર વાનખેડેએ શું કહ્યું
NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ મુદ્દે કોઇ જ નિવેદન આપ્યું નથી, તેમણે સત્યમેવ જયતે કહીને પોતાનું રિએક્શન આપ્યું છે. આર્યન ખાન કેસને જોઇ રહેલા સિનીયર એડવોકેટ સમીર દેસાઇ અને સતીશ માનશિંદેએ શાહરુખની મેનેજર પૂજા દદલાણી પણ કોર્ટ પહોંચ્યા હતા. આર્યનનો કેસ અમિત દેસાઇ લડી રહ્યા છે.
જાણીતી અભિનેત્રી સાથેની ચૅટ
એક જાણકારી અનુસાર ક્રુઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલીવૂડની એક જાણીતી એક્ટ્રેસની ચૅટ પણ NCBને મળી છે. ચૅટમાં નશાને લઇને વાતચીત કરી રહ્યાં હોવાની પણ વાત સામે આવી છે. કોર્ટમાં થયેલી દલીલમાં NCBએ આ ચૅટ અદાલતને આપી છે જેમાં આર્યનની એક અભિનેત્રી સાથેની ચૅટ પણ સામેલ છે. તે સિવાય કેટલાક ડ્રગ પેડલર્સ સાથેની ચૅટ પણ સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.