ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / bombay high court says son can not claim right to parents flats till they are alive

ચુકાદો / બોમ્બે હાઈકોર્ટનું મહત્વનું તારણ: માતા-પિતા જીવતા હોય ત્યાં સુધી દિકરો પિતાની સંપત્તિ પર હક જમાવી શકે નહીં

Published By: Pravin

Last Updated: 02:30 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે પારિવારીક સંપત્તિને લઈને એક મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, મા-પિતા જીવતા હોય ત્યાં સુધી કોઈ પણ દિકરો પ્રોપર્ટી પર હક જમાવી શકે નહીં.

ADVERTISEMENT

  • બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • પારિવારીક સંપત્તિને લઈને આપ્યો આ ચુકાદો
  • પ્રોપર્ટી સંબંધિત આ કેસની વિગતો આવી છે

 

બોમ્બે હાઈકોર્ટે પારિવારીક સંપત્તિને લઈને એક મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, મા-પિતા જીવતા હોય ત્યાં સુધી કોઈ પણ દિકરો પ્રોપર્ટી પર હક જમાવી શકે નહીં. હકીકતમાં એક દિકરાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, તેની માતાને બે ફ્લેટ વેચતા રોકવામાં આવે. આ શખ્સના પિતા છેલ્લા કેટલાય વર્ષોથી હોસ્પિટલમાં ભરતી છે તથા વેઝિટેટિવ સ્ટેટમાં છે. એટલે કે મેડિકલ ટર્મની ભાષામાં એક રીતે તેઓ કોમામાં છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટે ગત વર્ષે તેની માતાને પરિવાર ચલાવવા માટે કાયદાકીય અધિકાર આપ્યા હતા. એટલે કે, તે ઈચ્છે તો પતિની સારવાર માટે કોઈ પણ પ્રોપર્ટી વેચી શકે છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તિ માધવ જામદારે આ શખ્સને કહ્યું કે, તારા પિતા જીવતા છે. તમારી માતા જીવતા છે. ત્યારે આવા સમયે આપને આપના પિતાની સંપત્તિમાં કોઈ રસ ન હોવો જોઈએ. તેઓ તેને વેચી શકે છે. તેમને તમારી મંજૂરીની જરૂર નથી.

શું થયું હતું પિતાને 

આપને જણાવી દઈએ કે, ગત વર્ષો ઓક્ટોબરમાં મુંબઈની જેજે હોસ્પિટલે હાઈકોર્ટે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, પિતાને વર્ષ 2011માં ડિમેંશિયા છે. તેમને ન્યૂમોનાઈટિસ અને બેડ સોર છે. તેમને નાકથી ઓક્સિજન આપવામાં આવે છે. સાથે જ ટ્યૂબ દ્વારા ખાવાનું ખવડાવવામાં આવે છે. તેમની આંખો માણસની જેમ ફરે તો છે, પણ આઈ કોન્ટેક્ટ જાળવી શકતા નથી. તેથી તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી.

કોર્ટે લગાવી ફટકાર

દિકરાએ વકીલને કહ્યું કે, તે કેટલાય વર્ષથી પિતાના વાસ્તવિક અભિભાવક છે. તેના પર જસ્ટિસ પટેલે કહ્યું કે, આપે ખુદ કાયદાકીય અભિભાવક નિયુક્ત કરવા માટે આગળ આવવું જોઈતું હતું. આપ તેમને એકેય વાર ડોક્ટર્સ પાસે લઈ ગયા ? આપે મેડિકલ બિલની ચૂકવણી કરી ? 

દિકરો નહોતો આપતો હોસ્પિટલનું બિલ

ન્યાયાધીશોએ પોતાના 16 માર્ચના આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે, અરજીકર્તાઓએ મોટી સંખ્યામાં દસ્તાવેજો ભેગા કર્યા છે, જેમાં મા દ્વારા ચૂકવણી કરવામાં આવેલ ખર્ચ અને બિલો દર્શાવામાં આવ્યા છે. તેમની સાથે પોતાના તર્કના સમર્થનમાં એક પણ કાગળનો ઉલ્લેખ કર્યો નથી. હાઈકોર્ટે કહ્યું કે, કોઈ પણ સમુદાય અથવા ધર્મ માટે ઉત્તરાધિકાર કાનૂનની કોઈ પણ વ્યાખ્યામાં, દિકરો આ ફ્લેટમાંથી કોઈ પણમાં કોઈ અધિકાર હોઈ શકે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Bombay High court parents verdict ચુકાદો બોમ્બે હાઈકોર્ટ માતા પિતા હક bombay high court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ