ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શુભમન ગિલ હવે રમી શકશે કે નહીં? BCCIએ બહાર પાડ્યું મેડિકલ અપડેટ, ચાહકોના વધ્યાં ધબકારાં

સ્પોર્ટ્સ / શુભમન ગિલ હવે રમી શકશે કે નહીં? BCCIએ બહાર પાડ્યું મેડિકલ અપડેટ, ચાહકોના વધ્યાં ધબકારાં

Published By: Nidhi Panchal

Last Updated: 03:14 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપ્તાન તો ટીમ સાથે જશે… પણ શું મેદાન પર ઊતરવાનો મોકો મળશે કે નહીં, એ મોટો પ્રશ્ન છે. ઈડન ગાર્ડન્સથી હોસ્પિટલ અને હવે ગુવાહાટી – શુભમન ગિલની ઈજાએ ટીમ ઈન્ડિયાને મૂંઝવણમાં મૂકી છે.

ADVERTISEMENT

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પહેલી ટેસ્ટ દરમ્યાન ભારતીય કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં ગંભીર પ્રકારની ઈજા થવાથી ટીમ ઈન્ડિયા ભારે મુશ્કેલીમાં આવી ગઈ છે. મેચના બીજા દિવસે તેની ગરદનમાં તીવ્ર દુખાવો થતાં તે પહેલી ઇનિંગ અધૂરી રાખીને બહાર જવો પડ્યો હતો, અને બીજી ઇનિંગમાં તો તે બેટિંગ કરવા સુધી ઊતરી શક્યો નહોતો. મેચ બાદ તેની સ્થિતિ વધારે અસ્વસ્થ લાગતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એક દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખ્યા પછી તેને રજા આપવામાં આવી હતી. પહેલી ટેસ્ટ ભારત 30 રનથી હારી ગયું, અને સ્પષ્ટ છે કે કેપ્ટનની ગેરહાજરીએ ટીમની બેટિંગને મોટું નુકસાન કર્યું.

SUBHAMAN.jpg

BCCIએ 19 નવેમ્બરે શુભમન ગિલ અંગે મહત્વનું મેડિકલ અપડેટ જાહેર કર્યું હતું. તેમાં જણાવાયું હતું કે ગિલને ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થઈ હતી અને રમત પૂરી કર્યા પછી તેને તાત્કાલિક મૂલ્યાંકન માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. બોર્ડે જણાવ્યું કે તેમને હવે રજા આપવામાં આવી છે અને તે પોતાની સારવારનો સારો પ્રતિભાવ આપી રહ્યો છે. ગિલ 19 નવેમ્બર, 2025ના રોજ ટીમ સાથે ગુવાહાટી જવાના છે, પરંતુ તેમની રમવાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. BCCIની મેડિકલ ટીમ તેમના પર નજર રાખશે અને બીજી ટેસ્ટમાં તેઓ રમશે કે નહીં, તેનો નિર્ણય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 21 નવેમ્બરે લેવામાં આવશે.

vtv app promotion

હવે ભારતીય ટીમ 22 નવેમ્બરથી ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ રમશે. ભારતીય ટીમ 19 નવેમ્બરે જ ગુવાહાટી માટે રવાના થવાની છે. શુભમન ગિલ પણ ટીમ સાથે મુસાફરી કરશે, પરંતુ તેની રમવાની શક્યતા હાલમાં ખૂબ ઓછી માનવામાં આવી રહી છે. જો કે, તેની ઈજા ગંભીર નથી, પરંતુ જો તે મેદાનમાં ઉતરવાથી વધુ વધી જાય તો તે સમગ્ર સિરીઝ અને ટીમ માટે મોટો આંચકો બની શકે છે.

આ પણ વાંચો : ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ અંગે મોટી અપડેટ, આ સ્ટાર ખેલાડીઓની ટીમમાં થશે એન્ટ્રી

ટીમ મેનેજમેન્ટ પણ ઈચ્છે છે કે ગિલને પૂરતો આરામ મળે જેથી તે લાંબા ગાળે ટીમ માટે ઉપલબ્ધ રહે. પહેલી ટેસ્ટમાં ગિલની ગેરહાજરીનો ટીમની બેટિંગ પર પડેલો નકારાત્મક અસર દરેકે જોઈ હતી, અને હવે બીજી ટેસ્ટ પહેલાં પણ ગિલની ફિટનેસ ટીમ ઈન્ડિયાને ચિંતામાં મૂકી રહી છે. હવે સૌની નજર 21 નવેમ્બર પર ટકી છે, શું શુભમન ગિલ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? જવાબ હજુ અનિશ્ચિત છે, અને આ અનિશ્ચિતતા જ ભારતીય ક્રિકેટપ્રેમીઓની ધડકન વધારી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ndia vs South Africa Test Series Shubman Gill BCCI Medical Update

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ