બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / bollywood bade miyan chote miyan actor akshay kumar turned singer with song shambhu

મનોરંજન / 'Shambhu' ગીત રિલીઝ, અક્ષય કુમાર બન્યો સિંગર, જોવા મળ્યો મહાદેવના લુકમાં, જુઓ Video

Manisha Jogi

Last Updated: 12:30 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર તેમની શાનદાર એક્ટિંગ માટે ફેમસ છે. ખેલાડીએ મ્યુઝિક વિડીયો ‘શંભુ’ રિલીઝ કર્યો છે. આ વિડીયોમાં અક્ષય કુમાર મહાદેવના અવતારમાં જોવા મળી રહ્યા છે.

  • અક્ષય કુમારે હવે સિંગિંગ શરૂ કર્યું
  • ખેલાડીએ મ્યુઝિક વિડીયો ‘શંભુ’ રિલીઝ કર્યો
  • સોન્ગમાં જુઓ અક્ષય કુમારનો ભગવાન મહાદેવનો અવતાર

અક્ષય કુમાર તેમની શાનદાર એક્ટિંગ માટે ફેમસ છે. ફેન્સને અક્ષય કુમારનો કોમેડી, એક્શન, ઈમોશનલ તમામ અંદાજ પસંદ આવે છે. અક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત મ્યુઝિક વિડીયો માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. અક્ષય કુમારે હવે સિંગિંગ શરૂ કર્યું છે. ખેલાડીએ તેમનો મ્યુઝિક વિડીયો ‘શંભુ’ રિલીઝ કર્યો છે. આ વિડીયોમાં અક્ષય કુમાર મહાદેવના અવતારમાં જોવા મળી રહ્યા છે. અક્ષય હંમેશા તેમના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને અપડેટ આપતા રહે છે. અક્ષય કુમારે ગીત ‘શંભુ’નું ટીઝર રિલીઝ કર્યું હતું અને રિલીઝની જાણકારી આપી હતી. આજે આ સોન્ગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોને અક્ષય કુમારનો શિવ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

અક્ષય કુમારનો મહાદેવ અવતાર
અક્ષય કુમારે સોન્ગ ‘શંભુ’ને અવાજ આપ્યો છે. આ વિડીયોમાં અક્ષય કુમારે પર્ફોર્મ પણ કર્યું છે. સોન્ગ ‘શંભુ’માં અક્ષય કુમાર ફિલ્મ ‘OMG 2’ના લુકમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે શિવદૂતનું પાત્ર ભજવ્યું હતું અને સોન્ગ ‘શંભુ’માં મહાદેવ બન્યા હોય તે જોવા મળી રહ્યું છે. 

અક્ષયની ટીમ
અક્ષય કુમારે સુધીર યદુવંશી અને વિક્રમ મોન્ટ્રોજ સાથે મળીને આ સોન્ગ ગાયું છે. અભિનવ શિખરે આ ગીતના લિરિક્સ લખ્યા છે અને ગણેશ આચાર્યએ આ સોન્ગની કોરિયોગ્રાફી કરી છે. 

વધુ વાંચો: VIDEO: જે બચ્ચનથી લઇને સલમાન જેવાં એક્ટરો સાથે કરી ચૂક્યો છે એક્ટિંગ, આજે હાથ જોડીને કામ માંગવા મજબૂર

અક્ષય કુમારની આગામી ફિલ્મ
અક્ષય કુમાર હાલમાં મલ્ટીપલ પ્રોજેક્ટ્સમાં બિઝી છે. અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એકસાથે એક્શન કરતા જોવા મળશે. અક્ષય કુમારે શુક્રવારે આ ફિલ્મનું શુટીંગ ખતમ થવાની જાણકારી આપી હતી, જોર્ડનમાં આ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. અક્ષય કુમાર હાલ હવે ફિલ્મ ‘હાઉસફુલ 5’,  ‘રાઉડી રાઠોડ 2’, ‘વેલકમ 3’ અને ‘સ્કાઈફોર્સ’ સહિત અન્ય ફિલ્મોમાં જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ