બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / shoaib ibrahim breathlessness on jhalak dikhla jaa nasir khan asked for work

બોલિવુડ / VIDEO: જે બચ્ચનથી લઇને સલમાન જેવાં એક્ટરો સાથે કરી ચૂક્યો છે એક્ટિંગ, આજે હાથ જોડીને કામ માંગવા મજબૂર

Manisha Jogi

Last Updated: 09:18 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર નાસિર ખાને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને કામ માંગ્યું છે. ‘ઝલક’ના સેટ પર શોએબની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને શ્વાસ લેવામાં તકલીફ તઈ રહી હતી. આરતી સિંહ લગ્ન કરવા માટેની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

  • આવો જાણીએ મનોરંજન જગતના ચટપટા ન્યૂઝ
  • આ એક્ટરે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને કામ માંગ્યું
  • ‘ઝલક’ના સેટ શોએબની તબિયત બગડી

ટેલિવિઝન બોલિવુડ એક્ટર નાસિર ખાને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને કામ માંગ્યું છે. બીજી તરફ ટેલિવિઝન શૉ ‘ઝલક’ના સેટ પર શોએબની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને શ્વાસ લેવામાં તકલીફ તઈ રહી હતી. આરતી સિંહ લગ્ન કરવા માટેની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

‘ઝલક’ના સેટ પર શોએબની હાલત થઈ ખરાબ
‘ઝલક દિખલા જા 11’ના સેટ શોએબ ઈબ્રાહિમ તેમના શાનદાર પર્ફોર્મન્સથી લોકોને ઈમ્પ્રેસ કરતા રહે છે. આ અઠવાડિયામાં શોએબ ઈબ્રાહિમે પ્રોસ્થેટિક મેકઅપ કરીને જબરદસ્ત ફર્ફોર્મનસ આપીને સહુને ચોંકાવી દીધા હતા. આ એક્ટ કરતા સમયે શોએબની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. શોએબની હાલત જોઈને જુહી ચાવલા અને ફરાહ ખાન પણ ડરી ગઈ હતી. 

નાસિર ખાને માંગ્યુ કામ
ઈન્ડસ્ટ્રીમાં લગભગ તમામ એક્ટરે ‘અમિતાભ બચ્ચન’, ‘સલમાન ખાન’ સાથે કામ કર્યું છે. આ એક્ટર પાસે હાલ કોઈ પ્રોજેક્ટ નથી અને કામ માંગવા માટે મજબૂર થયા છે. લેજન્ડરી એક્ટર જોની વોકરના દીકરા નાસિર ખાને ‘બાગબાન’ ફિલ્મમાં કામ કર્યું છે. નાસિર ખાને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને મેકર્સ પાસે કામ માંગ્યું છે. 

પૂનમ પાંડેના સપોર્ટમાં સૈમ બોમ્બે
પૂનમ પાંડેના મૃત્યુના ખોટા સમાચાર સામે આવ્યા હતા. પૂનમ પાંડેએ જણાવ્યું કે, તે કેન્સર પ્રત્યે જાગૃતતા લાવવા માંગતી હતી, એટલા માટે તેના મૃત્યુના ખોટો સમાચાર ફેલાવ્યા હતા. પૂનમ પાંડેની આ હરકતથી તેણે ખૂબ જ ખરીખોટી સાંભળવી પડી રહી છે. પૂનમ પાંડેના પતિ સૈમ બોમ્બેએ આ અંગે રિએક્શન આપ્યું છે અને જણાવ્યું છે કે, ‘મને ખુશી છે કે, તેણે આવું કર્યું. તે જીવિત છે મારા માટે તે જ મોટી વાત છે.’

આરતી સિંહના લગ્ન
કૃષ્ણા અભિષેકની બહેન અને ટેલિવિઝન એક્ટ્રેસ આરતી સિંહ લગ્ન કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આરતી સિંહ આ વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં તેના બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે લગ્ન કરી શકે છે. લગ્ન માટે ગેસ્ટ લિસ્ટ પણ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે, જેમાં સૌથી પહેલુ નામ સલમાન ખાનનું છે. 

વધુ વાંચો: 'મારે પબ્લિસિટીની કોઇ જરૂરી નથી', મોતની ખોટી અફવા પર પૂનમ પાંડે ટ્રોલ થતા જુઓ શું કહ્યું

લગ્ન માટે ફ્રી લહેંગો માંગ્યો
ટેલિવિઝન એક્ટ્રેસ સુરભિ ચંદના 13 વર્ષથી બિઝનેસમેન કરણ શર્મા સાથે રિલેશનશીપ છે. સુરભિ અને કરણ 2 માર્ચના રોજ જયપુરમાં લગ્ન કરશે. ડિઝાઈનર આયુષ કેજરીવાલે સુરભિ ચંદના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આયુષે વિડીયો શેર કરીને જણાવ્યું કે, સુરભિએ લગ્ન માટે ફ્રી લહેંગો માંગ્યો છે. આટલી ફેમસ એક્ટ્રેસે ફ્રીમાં લહેંગો માંગ્યો તે તેને બિલ્કુલ ના ગમ્યું એટલે તેણે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ