ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / bollywood akshay kumar laxmmi bomb trailer out top trends

ટ્રેલર / ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય કુમારનો અલગ જ અવતાર જોઈ નહીં હટાવી શકો નજર

Published By: Noor

Last Updated: 01:40 PM, 9 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ને લઈને ફેન્સ જબરદસ્ત એક્સાઈટેડ છે. ફેન્સ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે, કારણ કે આ ફિલ્મમાં અક્ષય એકદમ અલગ જ અવતારમાં જોવા મળવાનો છે. આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. અક્ષય કુમારે 8 ઓક્ટોબરે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાણકારી આપી હતી. એક્ટરે તેની પોસ્ટમાં લખ્યું હતું, કોમેડી, હોરર અને તમારા પરિવારજનો સાથે મળીને મોટો ધમાકો જોશો.

ADVERTISEMENT

  • અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું ટ્રેલર થયું રિલીઝ
  • એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે અક્ષય
  • ફેન્સ ફિલ્મની ઉત્સુકતાથી જોઈ રહ્યાં છે રાહ

અક્ષય કુમારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. જેમાં તે ટ્રાન્સજેન્ડરના લુકમાં જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારે ફિલ્મનું ટ્રેલર શેર કરતા કેપ્શનમાં લખ્યું- લક્ષ્મી બોમ્બનું ઓફિશિયલ ટ્રેલર, જ્યાં પણ છો ત્યાં રોકાય જાઓ અને તૈયાર થઈ જાઓ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર જોવા માટે, કારણ કે વરસવા આવી રહી છે લક્ષ્મી. 

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ ડિઝની પ્લસ હોટસ્ટાર પર દિવાળી એટલે કે 9 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. હોટસ્ટાર ઉપરાંત મેકર્સ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યુએઈમાં થિયેટર્સમાં આ ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, પહેલાં પરિસ્થિતિઓ સમજવી પણ જરૂરી રહેશે. હાલમાં આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરૂણ આદર્શે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. 

અગાઉ આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે લક્ષ્મી બોમ્બની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવી પડી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે, જેને રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Laxmmi Bomb Laxmmi Bomb Trailer Trailer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ