બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Board Exam 2021 OF GUJARAT HAS BEEN POSPONED
Parth
Last Updated: 02:37 PM, 15 April 2021
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સતત માંગ કરવામાં આવી રહી હતી કે બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ કરવી જોઈએ ત્યારે કેન્દ્ર સરાર દ્વારા CBSE પર નિર્ણય લેવાઈ ગયા બાદ રૂપાણી સરકાર દ્વારા ગુજરાતની બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરી છે. નોંધનીય છે કે 10મે થી 25મે સુધી યોજાવાની પરીક્ષા હતી.
ADVERTISEMENT
બોર્ડની પરીક્ષા સ્થગિત
ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા અત્યારે સ્થગિત કરવામાં આવી છે અને 15 મે બાદ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેવામાં આવશે. નવી તારીખોની જાહેરાત થાય તે પહેલા વિદ્યાર્થીઓને 15 દિવસનો સમય આપવામાં આવશે.
બાકીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
ગયા વર્ષની આ વર્ષે પણ ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આ બધા વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં ચડાવી દેવામાં આવશે. ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
CBSEમાં ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરાઇ, 12માંની સ્થગિત
નોંધનીય છે કે ગઇકાલે જ વડાપ્રધાન મોદીએ CBSE બોર્ડની પરીક્ષા મુદ્દે તાબડતોબ મોટી બેઠક બોલાવી હતી જે બાદ ધોરણ 10ની પરીક્ષાને રદ્દ જ કરી દેવામાં આવી છે જ્યારે 12માં ધોરણની પરીક્ષાને લઈને જૂન મહિનામાં નિર્ણય લેવામાં આવશે. જોકે ગુજરાતમાં બંને ધોરણના બોર્ડની પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે રદ્દ નથી કરાઇ.
આખરે રૂપાણી સરકારે લીધો નિર્ણય, ગુજરાત ધો.10-12 બોર્ડની પરીક્ષા મોકૂફ #GujaratBoard #EXams #cancleboardexams2021
Posted by VTV Gujarati News and Beyond on Thursday, April 15, 2021
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.