બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:04 PM, 31 December 2023
ADVERTISEMENT
વેપારની દુનિયામાં સમયાંતરે હંમેશા કંઈક રસપ્રદ બનતું રહે છે. તેવામાં હમણાં જ Zomatoએ એક યાદી બહાર પાડી હતી, જેમાં સામે આવ્યું કે મોટા ભાગે દેશમાં ઓનલાઈન ઓર્ડર જે કરવામાં આવે છે. તેમાં બિરયાની ટોચના સ્થાન પર છે. તેવામાં હવે Zomato ની માલિકીની કંપની Blinkit એ વર્ષ 2023 માં અલગ-અલગ શહેરોમાંથી મળેલા ઓર્ડરની યાદી અનોખી રીતે બહાર પાડી છે. જેમાં હવે કંપની દ્વારા વિવિધ સ્થળોએ ઓર્ડરના અલગ અલગ હોર્ડિંગ્સ લગાવીને આ ગ્રાહકોનું સન્માન કરાયુ છે.

ADVERTISEMENT
ગુરુગ્રામમાં 65,973 લાઈટર ખરીદાયા
ઝડપી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટના CEO અને સહ-સ્થાપક અલબિંદર ધીંડસાએ કહ્યું કે વર્ષ 2023માં દક્ષિણ દિલ્હીના એક ગ્રાહકે બ્લિંકિટ પરથી 9,940 કોન્ડોમનો ઓર્ડર આપ્યો હતો. 'બ્લિંકિટ ટ્રેન્ડ્સ 2023' દ્વારા સતાવાર સામે આવેલ આંકડા અનુસાર, ગુરુગ્રામે આ વર્ષ 2023માં 65,973 લાઇટરનો ઓર્ડર આપ્યો હતો. સાથે જ આ વર્ષે સોફ્ટ ડ્રિંક કરતાં વધુ કાર્બોરેટેડ ડ્રિંક્સનો ઓર્ડર અપાયો હતો.
ADVERTISEMENT
એક મહિનામાં 38 અન્ડરવેર ખરીદ્યા
બ્લિંકિટ દ્વારા જણાવાયા અનુસાર કોઈએ મહિનામાં 38 અંડરવેરનો પણ ખરીદ્યા હતા. તે જ રીતે વધુ એક ગ્રાહકે 972 મોબાઈલ ચાર્જરનો ઓર્ડર આપ્યો હતો. આ વર્ષે બિરિયાની સૌથી વધુ મંગાવવામાં આવી હોવાનું સ્વિગીએ જણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ શહેરોમાં ખરીદેલી વિવિધ વાનગીઓની યાદી પણ બહાર પાડવામાં આવી હતી.
મધરાત બાદ 3 કરોડની મેગીનો ઓર્ડર મળ્યો
ADVERTISEMENT
મધરાત પછી બ્લિંકિટ પર લગભગ 3,20,04,725 મેગીના પેકેટનું વિતરણ થયાનું પણ સામે આવ્યું છે. તે જ રીતે રસપ્રદ કિસ્સો એ પણ છે કે એક ગ્રાહકે એક ઓર્ડરમાં 101 લિટર મિનરલ વોટર ખરીદ્યું હતું. આ વર્ષે અંદાજે 80,267 ગંગા પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 2023 માં, કોઈએ 4,832 નહાવાના સાબુ ખરીદ્યા. અને 1,22,38,740 આઈસ્ક્રીમ અને 8,50,011 આઈસ ક્યુબ પેકેટ સાથે 45,16,490 ઈનો પાઉચનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તે જ રીતે હૈદરાબાદમાં એક ગ્રાહકે 17,009 કિલો ચોખાનો પણ ઓર્ડર આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.