બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / Black Thread Benefits wearing black thread avoid this mistakes

તમારા કામનું / હાથ કે પગમાં કાળો દોરો બાંધતા પહેલા આ 4 નિયમો જાણી લેવા ખાસ જરૂરી, એક ભૂલથી થઈ શકે છે અનેક સમસ્યાઓ

Arohi

Last Updated: 03:29 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Black Thread Benefits: ખરાબ નજર કે નકારાત્મક શક્તિઓથી બચવા માટે હાથ કે પગમાં કાળો દોરો પહેરવામાં આવે છે પરંતુ તેને ધારણ કરવા પહેલા તમારે અમુક ખાસ નિયમો વિશે જરૂર જાણી લેવું જોઈએ.

  • નકારાત્મક શક્તિઓથી બચાવે છે કાળો દોરો 
  • પગ કે હાથમાં પહેરો છો કાળો દોરો?  
  • તો પહેલા ખાસ જાણી લેજો તેને ધારણ કરવાના નિયમો 

મોટાભાગે લોકો ખરાબ નજરથી બચવા માટે હાથ કે પગમાં કાળા રંગનો દોરો બાંધે છે. એવું કહેવાય છે કે તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે અને ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. 

મોટા જ નહિં પરંતુ બાળકોના ગળા, પગ અને હાથોમાં પણ કાળા રંગનો દોરો બાંધવામાં આવે છે. એવી માન્યતા છે કે આ તમને ખરાબ નજરથી બચાવવાની સાથે જ ઘણી અન્ય શારીરિક સમસ્યાઓથી પણ બચાવવામાં મદદ કરે છે. 

તેના કારણે તેને હાથ કે પગમાં બાંધવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને પણ શરીરના કોઈ પણ ભાગમાં બાંધવા માટે અમુક ખાસ નિયમ છે અને તેમનું પાલન ન કરવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

આ દિવસે ન પહેરો કાળો દોરો
જો તમે શરીરના કોઈ પણ ભાગમાં કાળો દોરો પહેરો છો તો તેને તમારે કોઈ ખાસ શુભ દિવસે જ ધારણ કરવું જોઈએ. ભૂલથી પણ કાળો દોરો કોઈ એવા દિવસ કે તિથિમાં ન બાંધો જે શુભ ન હોય. 

કાળો દોરો તમને હંમેશા શનિવાર કે મંગળવારના દિવસે જ ધારણ કરવો જોઈએ કારણ કે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે અને આ દિવસે કાળા દોરાને ધારણ કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે. 

આ પગ કે હાથમાં પહેરો કાળો દોરો 
જો તમે હાથ કે પગમાં કાળા રંગનો દોરો પહેરી રહ્યા છો તો ધ્યાન રાખો કે પરણીત મહિલાઓ તેને ડાબા હાથમાં અને પુરૂષ તેને જમણા હાથમાં ધારણ કરો. તેનાથી તેનું પૂર્ણ ફળ મળી શકે છે. મહિલાઓને તેને ડાબા હાથ કે પગમાં ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે એવી યુવતીઓ જેમના લગ્ન નથી થયા તે કાળા દોરો જમણા હાથમાં પહેરી શકે છે. 

કાળા રંગની સાથે કોઈ બીજા રંગનો દોરો ન પહેરો 
તમને ખાસ રીતે એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે કાળો દોરો ધારણ કરતી વખતે તમારે હાથ કે પગમાં કોઈ બીજા રંગનો દોરો ન ધારણ કરવો જોઈએ નહીં તો કાળા રંગના દોરાની અસર પણ ઓછી થઈ શકે છે. તેને હાથ કે પગમાં બાંધતી વખતે તમારે 9 ગાંઠ લગાવી દેવી જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરતા તેને ધારણ કરવું જોઈએ. 

કાળા દોરાને કાઢતી વખતે ન કરો આ ભૂલો 
જ્યારે પણ તમે કાળા દોરાને હાથ કે પગથી કાઢો ત્યારે તેને કાતર કે ચપ્પુની મદદથી કાપવાની જગ્યા પર હાથથી તોડીને કાઢો અને તેને કોઈ શુભ દિવસ પર જ કાઢો. જો સંભવ હોય તો જુના દોરાને કાઢ્યા બાદ તરત નવો દોરો બાંધી લો. જ્યારે તમે કાળો દોરો કાઢો કે તેને હટાવો તો તે સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમારૂ શરૂર અને મન બન્ને શુદ્ધ હોવું જોઈએ. 

કાળો દોરો પહેરવાના ફાયદા 
જ્યોતિષમાં માન્યતા છે કે જો તમે કાળા દોરાને હાથ કે પગમાં બાંધો છો તો આ તમને ઘણા શનિ દોષોથી મુક્તિ આપે છે. જો તમારી કુંડળીમાં શનિની સાડાસાતી છે તો તેનો પ્રભાવ કાળો દોરો પહેરવાથી ઓછો થઈ શકે છે. 

શનિવારવા દિવસે પહેરવું શુભ 
કાળો રંગ શનિદેવનો રંગ માનવામાં આવે છે માટે તેને શનિવારના દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે. તેની સાથે જ જો તમે તેને હાથ કે પગમાં પહેરો છો તો આ ગમેતે પ્રકારની ખરાબ શક્તિઓથી તમને બચાવે છે. માન્યતા છે કે કાળો દોરો પોતાની અંદર બધી નકારાત્મક ઉર્જાઓને અવશોષિત કરી લે છે. જેનો પ્રભાવ શરીરમાં નથી થઈ શકતો અને શરીરને કોઈ પણ પ્રકારના ખરાબ પ્રભાવથી બચાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ