બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / BJP will announce the name of new CM OF Chhattisgarh today

મોટા સમાચાર / સસ્પેન્સ ખતમ... થોડા જ કલાકોમાં મોટું એલાન કરશે BJP: ત્રણમાંથી એક રાજ્યને મળશે નવા મુખ્યમંત્રી

Published By: Parth

Last Updated: 08:35 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી આજે નવા મુખ્યમંત્રીના નામનું એલાન કરી શકે છે.

  • આજે છત્તીસગઢને મળી જશે નવા CM 
  • ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવશે એલાન 
  • ઓબીસી અથવા આદિવાસી નેતાને પદ આપવાની અટકળો 

ત્રીજી ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ હિન્દી હાર્ટલેન્ડના ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરી. જોકે આજે એક સપ્તાહ પૂર્ણ થયા બાદ પણ નવા મુખ્યમંત્રીઓના નામનું એલાન કરવામાં આવ્યું નથી. એવામાં આજે સસ્પેન્સ ખતમ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે ત્રણમાંથી એક રાજ્યના નવા CMનું એલાન આજે કરી દેવામાં આવશે. 

આજે જ થશે એલાન 
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આજે નવા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક કરવામાં આવશે જેમાં ઑબ્ઝર્વર્સ દ્વારા નવા નામનું એલાન કરી દેવામાં આવશે. દિલ્હીથી બે મોટા સર્વાનંદ સોનોવાલ તથા અર્જુન મુંડાને ઑબ્ઝર્વર તરીકે રાયપુર મોકલવામાં આવ્યા છે. 

કયા નેતાઓ છે રેસમાં ?
આ બેઠકમાં ઓમ માથુર, મનસુખ માંડવિયા, નીતિન નબીન, અરુણ સાવ અને ડૉક્ટર રમણ સિંહ પણ ઉપસ્થિત રહેશે. પાર્ટીના સૂત્રો અનુસાર છત્તીસગઢમાં ભાજપ આદિવાસી અથવા ઓબીસી નેતાને રાજ્યની કમાન સોંપી શકે છ. અરુણ સાવ અને ઓપી ચૌધરી રાજ્યના ઓબીસી નેતા છે થતાં વિષ્ણુદેવરાય તથા રેણુકા સીન સિંહ દિગ્ગજ આદિવાસી નેતા છે. 

નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગડની ચૂંટણીમાં 54 બેઠકો સાથે પ્રચંડ જીત હાંસલ કરી હતી જ્યારે કોંગ્રેસ 34 બેઠકો પર સમેટાઇ ગઈ. 

રાજસ્થાનમાં શું છે અપડેટ? 
રાજનીતિની ગલીઓમાં એવી ચર્ચા છે કે ભાજપ તરફથી મુખ્યમંત્રીના નામની ઘોષણાના આ વિલંબનું એક કારણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાજિક અને રાજકીય ગણિત વિશે જાણવાનું પણ છે. એવામાં પાર્ટી રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી CM પણ બનાવી શકે છે. હવે અંહિયા ગણિત વિશે વાત કરીએ તો આ ત્રણેય પદો પર રાજપૂત, બ્રાહ્મણ, મીણા અને જાટ સમુદાયના નેતાઓની નિમણૂક કરીને આ સમુદાયોને ભાજપ સાથે જોડાયેલા રાખી શકે છે. આ સાથે જ પાર્ટી સ્પીકર તરીકે કોઈ દલિત મહિલા ધારાસભ્યને તક આપીને આ વર્ગને રીઝવવાના પ્રયાસો પણ કરી શકે છે.

કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ નામ જાહેર કરવામાં આવશે 
કહેવાય રહ્યું છે કે આ બધા પાછળ ભાજપનો ઇરાદો એવો છે કે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બધા જ સમુદાયોના લોકોને મહત્વપૂર્ણ પદો પર બેસાડીને આવનાર ચૂંટણીમાં એમના વોટ મેળવી શકે. આ સાથે જ એવી પણ વાત ચાલી રહી છે કે ભાજપના નેતાઓ આ વ્યૂહરચના અંગે ચર્ચા કરી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ જ તેને આગળ વધારવામાં આવશે. એકવાર મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જાય પછી નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરને લઈને આ રણનીતિને આગળ વધારી શકાય છે. 

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સમયથી ભાજપ પર વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા તેમના સમુદાયમાંથી આવતા નેતાઓને તેમની જ્ઞાતિ-સમુદાયની સંખ્યા અનુસાર ઉમેદવાર બનાવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે પરિણામો બાદ પણ આ દબાણ યથાવત છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી આ બમ્પર જીતનો લાભ લેવા માટે ભાજપ પણ તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 BJP chhattisgarh Assembly Elections 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ