બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Bjp says pm mann ki baat video concerted bid to dislike by foreign handles and bots

પ્રતિક્રિયા / ભાજપનો આવ્યો જવાબ, PM મોદીનો વીડિયો આ કારણથી આટલો Dislike થયો

Published By: Noor

Last Updated: 10:15 AM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમનો વીડિયો યૂટ્યુબ પર પોસ્ટ થયા પછી Dislike થવાને કારણે કોંગ્રેસને ભાજપને નીચું દેખાડવાની તક મળી છે. જોકે, ડિસલાઈક પર ભારતીય જનતા પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના આઇટી સેલના હેડ અમિત માલવીયએ કહ્યું છે કે, યૂટ્યુબ પર મન કી બાત વીડિયોને ડિસલાઈક કરવા માટે એક સંગઠિત પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યૂટ્યુબના ડેટા મુજબ, ડિસલાઈક કરનાર માત્ર બે ટકા લોકો ભારતના છે.

  • PM મોદીનો વીડિયો થયો Dislike 
  • યૂટ્યુબ પર મન કી બાત વીડિયો કરાયો નાપસંદ
  • ડિસલાઈક કરનાર માત્ર બે ટકા લોકો ભારતના છે

તમને જણાવી દઈએ કે વડા પ્રધાનના મંથલી રેડિયો શોનો ઓગસ્ટ એપિસોડ યૂટ્યુબ ચેનલ પરના સૌથી વધુ ડિસલાઈક થયો છે.  સોમવારે બપોર સુધી, યૂટ્યુબની પોસ્ટ પર 2.2 મિલિયન વ્યૂઝમાંથી 5.85 લાખ ડિસલાઈક અને ફક્ત 87,000 લાઈક્સ મળ્યા હતા. 

રવિવારે પીએમ મોદીનું 68મું 'મન કી બાત' સંબોધન હતું. આ ઇવેન્ટ દરમિયાન ટ્વિટર પર #Mann Ki Nahi Students Ki Baat હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું. હકીકતમાં આજકાલ વિદ્યાર્થીઓની સાથે પેરેન્ટ્સ અને ઘણાં રાજકીય પક્ષો JEE-NEET પરીક્ષાના આયોજનનો વિરોધ કરી રહ્યા છે. યૂટ્યુબ પર 'મન કી બાત' પ્રોગ્રામને ડિસલાઈક મળવાનું કારણ સ્ટૂડન્ટ્સની સરકારને પ્રતિક્રિયા માનવામાં આવી રહી છે. 

આ બાજુ, ભાજપના આઇટી સેલના હેડ અમિત માલવીયએ કહ્યું કે, 'યૂટ્યુબ પર મન કી બાત વીડિયોને ડિસલાઈક મળે તે માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ આને એક પ્રકારના વિજય તરીકે ઉજવી રહી છે. હમેશાંની જેમ 2 ટકા સિવાય બાકીનો 98 ટકા ડિસલાઈક દેશની બહારથી મળી છે. વિદેશથી બોટ્સ અને ટ્વિટર એકાઉન્ટ કોંગ્રેસના વિજય તરીકે ઉજવી રહી છે. વિદેશથી આવેલાં બોટ્સ અને ટ્વિટર એકાઉન્ટે કોંગ્રેસના JEE-NEET વિરોધી અભિયાનમાં સતત સાથ આપ્યો છે. તેમણે પરીક્ષા વિરૂદ્ધ ટ્વિટ કરવા માટે ઘણાં ટર્કિશ હેન્ડલનો ઉપયોગ કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP dislike mann ki baat video pm Reactions

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ