બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજે દિલ્હીમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક સાંજે 5:30 કલાકે યોજાશે. બેઠકમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મહોર લાગી શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે. આમાં નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. આવી સ્થિતિમાં આજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

ADVERTISEMENT
PM મોદી સિવાય કોણ રહેશે હાજર?
ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહેશે.
ADVERTISEMENT
ભાજપ સંસદીય બોર્ડની બેઠક
ઉપપ્રમુખની ચૂંટણીમાં બહુ ઓછા દિવસો બાકી છે. ભાજપ કાર્યાલયમાં મળનારી સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર અંગે ચર્ચા થશે અને તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ હાજર રહેશે.
ADVERTISEMENT

NDA નાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર લાગી શકે મહોર
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન જ ભાજપના નેતાઓ NDAમાં સામેલ ઘટક પક્ષોના નેતાઓ સાથે ફોન પર ચર્ચા કરશે અને ત્યારબાદ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.
હાલમાં ભાજપ પાસે લોકસભામાં 303 સભ્યો છે જ્યારે રાજ્યસભામાં 91 સભ્યો છે. રાજ્યસભામાં આ 91 સભ્યો ઉપરાંત 5 નામાંકિત સભ્યો પણ ભાજપને મત આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.