બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / BJP organizes Gujarat Gaurav Yatra for Gujarat assembly elections

ગ્રાઉન્ડ મજબુત / 1989થી ભાજપ ચૂંટણીમાં જીત માટે જે દાવ રમતું આવ્યું છે તેના પર ફરી કામ શરૂ

Vishnu

Last Updated: 08:40 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022 વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 5 યાત્રા
  • તમામ 182 બેઠકો પર ચૂંટણી પહેલાં યોજાશે યાત્રા
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાશે 2-2 યાત્રા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ મોડ ઓન થઈ ચૂક્યો છે. આમ તો જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી યાત્રાઓનું આયોજન કરે છે.ત્યારે 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ ફરી જૂની રણનીતિ પર દાવ લગાવી રહ્યું છે. યાત્રાઓ થકી ભાજપે લોકો સુધી જવાનો માર્ગ મોકળો કર્યો છે. 

જૂની રણનીતિ પર ફરી ભાજપનો દાવ
2022 ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને તેની તૈયારીમાં ભાજપ જોતરાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભામાં જવા માટેનો રોડ મેપ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવી દેવામાં આવ્યો છે.  ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા તરીકે પાંચ ઝોનમાં યાત્રા યોજીને ગુજરાત ઘમરોળશે.  આ યાત્રા ભાજપે ચૂંટણી તૈયારીઓના ભાગ રૂપે  આયોજન કરી રહ્યું છે. જેમાં ભાજપ આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિત કેન્દ્રિય નેતાઓ ગુજરાતના ગ્રાઉન્ડમાં ફરશે.

વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 5 યાત્રાઓથી ગુજરાત ધમરોળશે

  • ભાજપે ઝોન વાઇઝ 10 દિવસ ચાલે તેવી  યાત્રા રોડ મેપ તૈયાર કર્યો
  • વિધાનસભાની 182 બેઠકો પર ચૂંટણી પહેલા યાત્રાનું ભાજપનું આયોજન
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 2-2 યાત્રા યોજશે ભાજપ.
  • ઉત્તર ગુજરાતમાં 1 યાત્રા
  • રાષ્ટ્રીય નેતૃત્વ કરાવશે યાત્રાનું પ્રસ્થાન
  • યાત્રા માટે પ્રદેશ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો સમય માંગ્યો

ભાજપ પાચ યાત્રા રૂટ પર નજર કરીએ તો

  • 1. ઉનાઈ થી અંબાજી
  • 2. ઉનાઈ થી ફાગવેલ
  • 3. ઝાંજરકા થી સોમનાથ 
  • 4. દ્વારકા થી પોરબંદર 
  • 5. બહુચરાજી થી માતાનો મઢ

મહત્વનું છે કે સીલસીલો રહ્યો છે, કે ચુંટણી પહેલા ભાજપ ગ્રાઉન્ડ મજબુત કરવા માટે યાત્રા આયોજ ન કરે છે..ત્યારે ભાજપે ભૂતકાળમાં કરેલી યાત્રા અને પરિણામ પર નજર કરીએ તો...

ભાજપ 1989 થી યાત્રાનું કરે છે આયોજન 

  • ભાજપે 1987 મજદૂરને મજૂરી ન્યાય માટે મજદૂર માટે ન્યાય યાત્રા કર્યું હતું આયોજન.
  • 1989 સાલમાં ભાજપે લોકશક્તિ યાત્રા નાગરિકોની શક્તિ ઉજાગર કરવા માટે ચુંટણી પહેલ યોજી હતી
  • ભાજપના પૂર્વ નાયબ પ્રધાન એલ.કે.અડવાણીએ 1990 રામ રથયાત્રા અયોધ્યા સોમનાથ સુધી યાત્રા કરી હતી.
  • વર્ષ 1991 એકતા યાત્રા ભાજપે કન્યાકુમારી થી કાશ્મીર સુધી યોજી હતી.
  • તેમજ 2002 ચુંટણી સમયે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા આયોજન કર્યું હતું.
  • ભાજપને 2002 માં વિધાનસભામાં 117 બેઠકો મેળવી હતી.
  • 2003 અસ્થી કુંભ શ્યામજી કૃષ્ણ વર્મા વુરાંજલી યાત્રા લોકસભાની ચુંટણી પહેલા યોજવામાં આવી હતી.
  • 2010 માં ગુજરાતના 60 વર્ષ પૂર્ણ થતા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્વર્ણિમ યાત્રા યોજી હતી
  • 2012 વિધાનસભાની ચુટણી પહેલા ભાજપે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસનું આયોજન કર્યું હતું.
  • 2012માં ભાજપને વિધાનસભાની ચુંટણીમાં 115 બેઠકો પ્રાપ્ત કરી હતી.
  • 2017માં ભાજપે આદિવાસી બેલ્ટ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી ગૌરવ યાત્રા યોજી હતી
  • ભાજપને 2017માં ભાજપે 99 બેઠકો મેળવી હતી

ભાજપ ચુંટણી પહેલા ગ્રાઉન્ડ મજબુત કરવા કવાયત રૂપ યાત્રા આયોજન કરી લોકો સુધી પહોંચવા કોઈ કસર છોડતી નથી.ત્યારે વધુ એક વાર ૨૦૨૨માં પણ જૂની રણનીતિ મુજબ ગુજરાત ગૌરવ યાત્રા કાઢી વિપક્ષને ફરી માત આપવાનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. ત્યારે આગામી દિવસોમાં યાત્રા થકી ભાજપ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરશે ત્યારે ભાજપ યાત્રામાં કેવો પ્રતિસાદ મળે છે, તેમજ વિધાનસભાની ચુંટણીમાં યાત્રા કેટલી અસરકારક બને છે તે જોવું રહ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ