બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / BJP is not the same as before, I am annoyed: After the swearing in of the cabinet

ઉકળાટ / ભાજપ હવે પહેલા જેવી નથી રહી, હું નારાજ છું : મંત્રીમંડળનાં શપથ બાદ કકળાટ શરૂ, સાંસદ ખિજાયા

Mehul

Last Updated: 04:35 PM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા મંત્રી મંડળની રચના પછી સાંસદ મનસુખ વસાવાની સામે આવી નારાજગી. કહ્યું.પહેલા જેવો નથી રહ્યો પક્ષ.માત્ર લોબિંગ સીસ્ટમ જ ચાલે છે.

  • સાંસદ મનસુખ વસાવા ફરી નારાજ 
  • નવા મંત્રી મંડળથી  વસાવાની નારાજગી
  • ભાજપામાં ચાલે છે લોબિંગ સીસ્ટમ -વસાવા 

ગુજરાતમાં નવા સરદાર અને તેમની નવી સરકારનું ગઠન થઇ ગયું છે. ભારે સસ્પેન્સ અને થ્રીલર જેવી ઘટનાઓ સામે આવી. બુધવારે મંત્રી મંડળનો થનારો શપથવિધિ અચાનક જ ગુરુવાર પર ઠેલાયો.પણ એ નક્કી હતું કે,'નો રીપીટ થિયરી' મુજબ જ મંત્રી મંડળ રચાશે. આજે સવારે પણ શપથગ્રહણ પહેલા પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા નારાજ હતા. હવે સાંસદ મનસુખ વસાવાની નારાજગી સામે આવી છે.સાંસદ મનસુખભાઈ વસાવા નવા મંત્રી મંડળની રચનાથી નાખુશ છે

'નો રીપીટ' પર પાર્ટી  અડીખમ  

મંગળવારે જ્યારે વાયુવેગે ગુજરાતમાં વાત ફેલાઈ કે,એક પણ મંત્રીને રીપીટ કરવામાં નહિ આવે,એ પ્રમાણે મંત્રી મંડળનો શપથવિધિ થશે ત્યારે જ કેટલાક સમાજ અને સમૂહમાં નારાજગી પ્રવર્તી હતી. કેટલાક મંત્રીઓ પણ નારાજ હતા.આમ કોઈ પણની નારાજગીની નહિ સાંખી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોવડી મંડળે નવી નક્કોર ટીમ આપી છે.આમ છતાં સાંસદ મનસુખ વસાવાએ પાર્ટી પર તાતાતીર છોડ્યા છે.વસાવાએ કહ્યું કે, ભાજપ હવે પહેલા જેવો પક્ષ નથી રહ્યો.પાર્ટીમાં લોબિંગ સીસ્ટમ ચાલી રહી છે અને હું પાર્ટીના આ વલણથી નારાજ છું.

આગળ શું કયું હતું વસાવાએ ?

યાદ રહે કે, સાંસદ વસાવા નું હજુ સપ્તાહ પહેલા પણ ધારાસભ્યો અને સાંસદો માટે નિવેદન આવ્યું હતું.તેમને કહ્યું હતું કે,સાંસદો અને ધારાસભ્યો માત્ર લેબલ લગાવવા જ વિધાનસભા કે લોકસભામાં જાય છે.આદિવાસી સમાજોત્કર્ષનું કામ કોઈ નથી કરતુ. 

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા મંત્રીઓ

1.    ભુપેન્દ્ર પટેલ - મુખ્યમંત્રી 
2.    રાજેન્દ્ર ત્રિવેદી - (રાવપુરા  વડોદરા) બ્રાહ્મણ (કેબીનેટ) 
3.    જીતું વાઘાણી-- (ભાવનગર પશ્ચિમ) લેઉઆ પટેલ (કેબીનેટ) 
4.    ઋષિકેશ પટેલ - (વિસનગર - મહેસાણા) લેઉઆ પટેલ (કેબીનેટ) 
5.    પુર્ણેશ મોદી - (સુરત પશ્ચિમ) ઓબીસી (કેબીનેટ) 
6.    રાઘવજી પટેલ - (જામનગર) લેઉઆ પટેલ (કેબીનેટ) 
7.    કનુ દેસાઈ - પારડી - બ્રાહ્મણ (કેબીનેટ) 
8.    કિરીટસિંહ રાણા - લીંબડી - ક્ષત્રિય (કેબીનેટ) 
9.    નરેશ પટેલ - ગણદેવી - ST (કેબીનેટ) 
10.    પ્રદીપ પરમાર - અસારવા અમદાવાદ - ST (કેબીનેટ) 
11.    અર્જુનસિંહ ચૌહાણ - મહેમદાબાદ - OBC (કેબીનેટ) 
12.    હર્ષ સંઘવી -  મજુરા સુરત - જૈન (સ્વતંત્ર હવાલો) (રાજ્યકક્ષા) 
13.    જગદીશ પંચાલ - નિકોલ - ઓબીસી (રાજ્યકક્ષા) 
14.    બ્રિજેશ મેરજા - મોરબી- લેઉઆ પટેલ (રાજ્યકક્ષા) 
15.    જીતુભાઈ ચૌધરી કપરાડા - ST (રાજ્યકક્ષા) 
16.    મનીષાબેન વકીલ - વડોદર - sc (રાજ્યકક્ષા) 
17.    મુકેશ પટેલ -ઓલપાડ - કોળી પટેલ (રાજ્યકક્ષા) 
18.    નીમીશાબેન સુથાર - મોરવાહડફ - ST (રાજ્યકક્ષા) 
19.    અરવિંદ રૈયાણી - રાજકોટ - લેઉઆ પટેલ (રાજ્યકક્ષા) 
20.    કુબેર ડીંડોર - સંતરામપુર - ST (રાજ્યકક્ષા) 
21.    કિર્તીસિંહ વાઘેલા - કાંકરેજ  ક્ષત્રીય  (રાજ્યકક્ષા) 
22.    ગજેન્દ્રસિંહ પરમાર - પ્રાંતિજ - ઓબીસી (રાજ્યકક્ષા) 
23.    રાઘવજી મકવાણા - મહુવા ભાવનગર - કોળી (રાજ્યકક્ષા) 
24.    વિનોદ મોરડિયા - કતારગામ - પટેલ (રાજ્યકક્ષા) 
25.    દેવા માલમ - કેશોદ - કોળી (રાજ્યકક્ષા) ]

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ