બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / BJP is leading in Rajasthan, Ashok Gehlot's mistakes are making congress loose the game
ADVERTISEMENT
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનની જનતાએ ફરી એકવાર ભાજપને સત્તા આપવાનો નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે કારણકે હાલમાં પરિણામો ભાજપની તરફેણમાં દેખાઈ રહ્યાં છે. ભાજપે પૂર્ણ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસને રિપ્લેસ કરવામાં ભાજપ સફળ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ જોવા મળે છે. પણ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતની જનઉપયોગી યોજનાઓને લીધે પ્રદેશમાં એન્ટી ઈંકમ્બેસી ના બરાબર હતી. જેના કારણે લાગી રહ્યું હતું કે કોંગ્રેસ રાજસ્થાનમાં વાપસી કરી શકે છે. પણ પરિણામો કંઈક જૂદા જ દેખાઈ રહ્યાં છે.
રાજસ્થાન-MPમાં ભાજપના કેસરિયા, તો છત્તીસગઢમાં ચાલ્યો પંજાનો પંચ, તેલંગાણામાં કોંગ્રેસ લીડ તરફ#ElectionResults #AssemblyElections2023 #RajasthanElectionResults2023 #BJP #Congress #vtvgujarati #VTVCard #ElectionResultsWithVTV pic.twitter.com/pyveR50e9B
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 3, 2023
ADVERTISEMENT
1. કોંગ્રેસની હાર પાછળ કોંગ્રેસની કઈ ભૂલો?
કોંગ્રેસની રાજસ્થાનમાં હાર પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. આ કારણો પાર્ટીનાં સ્તર પર પણ હોઈ શકે છે. જે રીતે જો કોંગ્રેસની સરકાર બની હોત તો તેની પાછળ અશોક ગહેલોતનો હાથ હોત તેવી જ રીતે જો પાર્ટી હારી ગઈ છે તો તેની પાછળ પણ અશોક ગહેલોતની કેટલીક વ્યક્તિગત ભૂલો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અનેક એવી ભૂલો કરી જેના લીધે સીટ તેમના હાથમાંથી નિકળી ગઈ. પાર્ટીની સાથે રહેવું જરૂરી હોય છે પણ પોતાનું અલગ વર્ચસ્વ બનાવવાનાં ચક્કરમાં કદાચ ગહેલોત પાર્ટીનાં નેતા હોવાનું ચૂકી ગયાં હોય તેવું લાગ્યું.
ADVERTISEMENT
2. ઉમેદવારો સાથે વ્યક્તિગત વાતચીતનો અભાવ
રાજસ્થાનની રાજનીતિને નજીકથી જોનારા લોકોનું માનવું છે કે અશોક ગહેલોત કોંગ્રેસનાં બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ ક્યારેય ન કર્યો. તે ઈચ્છત તો પોતાના પદની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને તેમને ચૂંટણી લડવા માટે મનાવી શકતાં હતાં. પણ અશોક ગહેલોત ડબલ ગેમ રમી રહ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતે ઈચ્છતાં હતાં કે પાર્ટીને બહુમત ન મળે કારણકે તેમને વિશ્વાસ હતો કે પૂર્ણ બહુમત આવવા પર સરકાર બનાવવાની ચાવી તેમના હાથથી નિકળીને પાર્ટીનાં હાઈકમાન પાસે જતી રહેશે. કદાચ આ જ કારણોસર તેમણે પોતાના ઉમેદવારોને મનાવવાની કોશિશ ન કરી.
3. 3.5 વર્ષ સુધી સચિન પાયલટનું અપમાન
સચિન પાયલટની સાથેની લડાઈમાં અશોક ગહેલોત કોઈ પણ કિંમતે સચિન પાયલટને કંઈ પણ આપવા માટે તૈયાર નહોતાં. પાયલટનું ડેપ્યૂટી સીએમનું પદ તો હાથમાંથી ગયું જ પણ તેમને સંગઠનમાં એકપણ પદ ન આપવામાં આવ્યું કારણકે ગહેલોત તેના માટે તૈયાર નહોતાં. સચિન માટે અનેકવાર તેમણે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. ચૂંટણીનાં 6 મહિના પહેલા કહેવામાં આવ્યું કે ગહેલોત અને પાયલટની વચ્ચે મતભેદ સમાપ્ત થઈ ગયાં છે પણ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગહેલોત અને પાયલટ એકસાથે એકપણ રોડશૉ કે રેલીમાં ન દેખાયા.
ADVERTISEMENT
4. વારંવાર પેપરલીક
રાજસ્થાન સરકારી નોકરીઓમાં થતાં ઘોટાળાનું કેન્દ્ર બની ગયું. પાંચ વર્ષમાં આશરે 17 વખત પેપરલીક થઈ ગયાં. રાજ્યમાં નોકરીઓની સેલ લાગી ગઈ અને પૈસા આપીને કોઈ ખરીદી પણ રહ્યું હતું. રાજ્યમાં 18થી 21 વર્ષનાં યુવા વોટર્સની સંખ્યા આશરે 66 લાખ છે. તેઓ નોકરીમાં ભ્રષ્ટાચાર અને પેપરલીકથી દુખી છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર આ મુદાનો ઉઠાવવામાં આવ્યો હતો.
5. યોજનાઓ બની પણ લાગૂ ન થઈ
ગહેલોતની બેદકારી આ ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ હોઈ શકે છે. અધૂરી યોજનાઓને લીધે જનતામાં નારાજગીનું વાતાવરણ જોવા મળ્યું. સવા કરોડ મહિલાઓને સ્માર્ટફોન આપવાની ઘોષણા થઈ હતી, ચાલીસ લાખને ફોન દેવાનો દાવો કરવામાં આવ્યો છે પણ વાસ્તવમાં તો 20-25 લાખ જ ફોનની વહેંચણી કરવામાં આવી છે. જે લોકોને સ્માર્ટફોન નથી મળ્યો તેનો વોટ શું કોંગ્રેસને જાય? બેરોજગારી ભથ્થા સ્કીમ અને પ્રદેશ સરકારી ફ્લેગશિપ સ્કીમ અંતર્ગત 25 લાખ રૂપિયા ગંભીર બીમારીઓનાં ઈલાજ માટે આપવાની વાત કરવામાં આવી હતી પણ આ યોજનાઓનાં લાભાન્વિતોનો રેકોર્ડ આપવા માટે ખુદ કોંગ્રેસ સરકાર સક્ષમ ન રહી.
ADVERTISEMENT
6. 2-2 વર્ષો સુધી ખાલી રહ્યાં પદ
કોંગ્રેસની હારમાં મુખ્યમંત્રી હોવા છતાં ગહેલોતની બેદકરકારીનાં કારણે બોર્ડ નિગમ સહિત તમામ પદ વર્ષો સુધી ખાલી રહ્યાં હતાં જેના માટે ગહેલોતને જ દોષિત માનવામાં આવે છે. જે નિયુક્તિઓ ચૂંટણીનાં 1-2 વર્ષોમાં થઈ જવી જોઈએ તે બીજી ચૂંટણી નજીક આવ્યા સમયે થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.