બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / BJP corporator's daughter-in-law committed suicide in Sarkhej

અમદાવાદ / સરખેજ ભાજપ કોર્પોરેટરની પુત્રવધુએ આપઘાત કરતાં ચકચાર, પતિના દારુના વ્યસનથી કંટાળીને ભર્યું પગલું

Dinesh

Last Updated: 09:42 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરખેજમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુએ આપઘાત કર્યો છે, પતિના વ્યસનની કુટેવથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે

  • સરખેજમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધૂએ કર્યો આપઘાત
  • પતિના વ્યસનની કુટેવથી કંટાળીને કર્યો આપઘાત
  • 3 મહિનાના લગ્નજીવનનો કરૂણ અંત આવ્યો


અમદાવાદના સરખેજમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુએ આપઘાત કર્યો છે. લગ્નના 3 માસમાં જ પરિણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી યુવતીએ પતિના વ્યસનની લતથી કંટાળીને જીવનનો અંત કર્યો છે. સરખેજમાં રહેતા ભાજપના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય સાથે જાહ્નવીના લગ્ન થયા હતા. સાણંદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં BAMS ડૉક્ટર તરીકે ફરજ બજાવતા જય પરમાર સાથે જાહ્નવીએ સુખી જીવનની શરૂઆત કરી હતી.

રંગીલા શોખથી પરિચિત થતા પત્નીને આઘાત લાગ્યો હતો
લગ્નના બીજા દિવસે જ પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી પરિચિત થતા પત્નીને આઘાત લાગ્યો હતો. આ વ્યસન લગ્ન જીવનમાં ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હતું. ત્યાર બાદ અવાર નવાર જય પરમાર પત્ની જાહ્નવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. કંટાળીને પત્ની જાહ્વવીએ માત્ર 3 માસનો લગ્ન જીવનનો અંત લાવી આત્મહત્યા કરી હતી. 

પતિ-પત્ની વચ્ચે અવાર નવાર દારૂ પીવા બાબતે ઝઘડો થતો હતો
જાહ્નવી અને જય પરમારના સમાજના રીતરિવાજથી 30 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. લગ્ન પછી બન્ને પતિ પત્ની વચ્ચે અવાર નવાર દારૂ પીવા બાબતે ઝઘડો થતો હતો. જાહ્નવી રિસાઈને પિયર આવી ગઈ હતી. પરંતુ સામાજિક રીતે સમાધાન કરાવ્યુ હતું. 22 માર્ચના રોજ જય અને જાહ્નવી સારંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિર દર્શન કરવા ગયા હતા. ત્યારે જાહનવીના સસરા અરવિંદ ભાઈએ પુત્રવધુને દીકરો દારૂ વધુ પીવે છે જેથી મંદિરે દારૂ બંધ કરવાની બાધા લેવા માટે ફોન કર્યો હતો. 

પોલીસ અધિકારી

જાહ્નવીનો આપઘાત 
બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જય પરમાર ઉશ્કેરાઈ જઈને જાહ્નવીને માર પણ મારતો હતો. જેથી 26 માર્ચના રોજ પતિના માનસિક ત્રાસથી કંટાળીને જાહ્નવીએ આપઘાત કરી લીધો હતો. પોલીસે પતિ વિરુદ્ધ દૂષપેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરખેજ પોલીસે જય પરમાર વિરુદ્ધ ગુનો નોંધતા આરોપી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ