બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Biparjoy' effect! Part of the roof of a dilapidated building collapsed in Surat due to strong winds, one died.

દુર્ઘટના / બિપોરજોય' ઇફેક્ટ! સુરતમાં ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાયી, એકનું મોત

Priyakant

Last Updated: 09:47 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ થયા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત

  • સુરતમાં મકાનની છતનો ભાગ ધરાશાયી
  • છતનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત
  • લાલગેટ પોલીસે શરૂ કરી તપાસ

સુરતના શાહપુરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં મકાનની છતનો ભાગ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. વિગતો મુજબ જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ થયા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સુરતની હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થયું છે. 

બિપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે સુરતના શાહપુર વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ સુરત શાહપોર વિસ્તારમાં જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઇ થયો હતો. નોંધનીય છે કે, ભારે પવનને કારણે જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઇ  થતાં રસ્તા પરથી પસાર થતાં વ્યક્તિ પર છતનો ભાગ પડતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. 

ટૂંકી સારવાર બાદ મોત
આ દરમિયાન ગભીર રીતે ઇજાગ્રસ્ત કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળાને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળાનું મોત નિપજ્યું હતું. આ તરફ ઘટનાને લઈ મૃતકના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ