બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / Biparjoy cyclone videos visuals of Gujarat Kutch Naliya Dwarka Jakhau

બિપોરજોય / વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની દશા ફેરવી, આ તસવીરોમાં દર્દ બધું કહી જાય છે, જુઓ VIDEOS

Vaidehi

Last Updated: 05:19 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડું કચ્છ અને દ્વારકા આસપાસ અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી ગયું છે. જુઓ દયનીય દ્રશ્યો.

  • બિપોરજોય વાવાઝોડું હવે રાજસ્થાન તરફ આગળ વધ્યું
  • કચ્છ-દ્વારકા સહિત અનેક વિસ્તારોની સ્થિતિ દયનીય
  • સદનસીબે કોઈનું મૃત્યુ નોંધાયું નથી 

ચક્રવાત બિપોરજોય આજે બપોર સુધી રાજસ્થાનને અથડાઈ શકે છે. ગઈકાલે આ વાવાઝોડાએ કચ્છ અને દ્વારકા આસપાસનાં અનેક વિસ્તારોને ભારે નુક્સાન પહોંચાડ્યું છે. સદનસીબે અત્યારસુધી કોઈનું મૃત્યુ નોંધાયું નથી. પરંતુ ઠેર-ઠેર વૃક્ષો અને થાંભલાઓ પડી ગયાં છે, અનેક લોકોનાં ઘરનાં છાપરાં ઊડી ગયાં છે અને બહાર રહેલા અનેક પ્રાણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વાવાઝોડાનાં આ રૌદ્ર સ્વરૂપ બાદ જુઓ ગુજરાતની ધરા પરનાં આ દ્રશ્યો.

જખૌ પોર્ટ પર બધું જ હવામાં ફંગોળાયું
આ દ્રશ્યો જખૌ પોર્ટનાં છે જ્યાં તેજ હવાને લીધે છાપરાઓ હવામાં ઊંચે ઊડતા દેખાઈ રહ્યાં છે.

1000થી વધારે ગામમાં વીજળી ઠપ
મળેલ માહિતી અનુસાર આ વાવાઝોડાએ અત્યારસુધીમાં 500 ઘરોને ડેમેજ કર્યાં છે. આશરે 20-30 પશુઓનાં અત્યાર સુધી મોત થયાં છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આશરે 1000 ગામમાં વીજળી ઠપ થઈ ગઈ છે.

વીજળીનાં થાંભલા અને વૃક્ષો પડ્યાં- NDRF
કચ્છનાં નલિયામાં NDRFનાં 6 બટાલિયનમાંથી સહાયક કમાંડેંટ રાકેશ સિંહ બિષ્ટે કહ્યું કે આ વાવાઝોડા બાદ તેમને વીજળીનાં થાંભલા અને ઝાડ પડવાની સૂચનાઓ મળી હતી. તેમની ટીમ હોસ્પિટલની આસપાસ ઝાડ કાપવાનાં પ્રયાસો કરી રહ્યાં હતાં.

પોરબંદરમાં વીજ પુરવઠો ખોરવાયો
પોરબંદર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની PGVCL પર ગંભીર અસર થઈ છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં અનેક વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા છે. અત્રે તમને જણાવી દઈએ કે, 12થી 15 જૂન સુધીમાં PGVCLમાં અસંખ્ય ફરિયાદો મળી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે PGVCLએ વીજ પુરવઠો કાર્યરત કરવા ટીમોને કામે લગાડી છે. કંટ્રોલ રૂમમાં ફીડરની મળેલ ફરીયાદમાં 35માંથી 29 ફીડર કાર્યરત કર્યા છે.

નલિયામાં બિપોરજોયની અસર બપોર સુધી યથાવત
ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારોમાં હજુ સુધી બિપોરજોયની અસર જોવા મળી રહી છે. નલિયામાં તેજ હવાઓની સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. રોડ પર અનેક ઝાડ પડી ગયેલા દેખાય છે.

જખૌ પોર્ટ પર ભારે તબાહી
કચ્છનાં જખૌ પોર્ટનાં દ્રશ્યો બિહામણા.. જખૌમાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. દીવાલો ધરાશાહી થઈ છે. એટલું જ નહીં માછીમારોનાં રહેણાંકોમાં પાણી ભરાઈ ગયાં છે.

NDRFની ટીમ બની દેવદૂત
કચ્છ-દ્વારકામાં બિપોરજોયની અસર બાદ NDRFનાં જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની મદદ કરી હતી. ટીમે સફળતાપૂર્વક બચાવકાર્ય હાથ ધર્યું અને અસરગ્રસ્તોને આફતમાંથી બહાર કાઢ્યાં.

900 માછીમારોનાં રહેણાંકમાં પાણી
નવલખીનો દરિયો તોફાને ચડ્યો હતો. અહીં બિપોરજોય વાવાઝોડાનાં રૌદ્ર સ્વરૂપે 900 જેટલા માછીમારોનાં રહેણાંક વિસ્તારને ભારે નુક્સાન પહોંચાડ્યું હતું.

નવલખી બંદરની બહારનાં દ્રશ્યો
નવલખી બંદરની બહારનાં આ ભયંકર દ્રશ્યો તમારા રૂંવાડા ઊભા કરી દેશે.  બિપોરજોય વાવાઝોડું પ્રચંડ ગતિએ ત્રાટક્યું .

દ્વારકામાં વિશાળકાય વૃક્ષ મૂળિયા સહિત પડ્યું
દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાની પ્રચંડ શક્તિએ વર્ષો જૂનાં મહાકાય વૃક્ષને મૂળિયા સહિત ઉખાડ્યું હતું. દ્વારકાની સરકારી હોસ્પિટલ નજીકની આ ઘટના.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ