બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Big update on the war, America took a big action on Hamas, OIC called an emergency meeting

Israel–Hamas war / યુદ્ધને લઈને સામે આવ્યા મોટા અપડેટ, હમાસ પર અમેરિકાએ કરી મોટી કાર્યવાહી, OICએ બોલાવી ઈમરજન્સી બેઠક

Pravin Joshi

Last Updated: 08:46 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ 11મા દિવસે પણ ચાલુ છે. ગાઝા પટ્ટીથી કાર્યરત ઉગ્રવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર ઘાતક હુમલો કર્યો હતો.

  • હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ 11મા દિવસે પણ ચાલુ 
  • હમાસ વિરુદ્ધ અમેરિકા દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી
  • અમેરિકાએ પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા 
  • અમેરિકાએ ઉગ્રવાદી સંગઠન હમાસના 10 સભ્યો પર પ્રતિબંધ લગાવ્યો 

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબમાં, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યાંકો પર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના મોત થયા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલમાં બ્લાસ્ટમાં 500 લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે. જ્યારે ઈઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી. ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ જ્યાં આ હુમલો થયો તે ઉત્તરી ગાઝામાં છે. આ હોસ્પિટલ એંગ્લિકન ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. આ કારણે પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે હોસ્પિટલ હુમલામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

હમાસ વિરુદ્ધ અમેરિકાની મોટી કાર્યવાહી

એક અહેવાલ મુજબ અમેરિકાએ ઉગ્રવાદી સંગઠન હમાસના 10 સભ્યો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે અમેરિકાએ પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન પર આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે. આ પ્રતિબંધ બાદ આ સંગઠન ગાઝા, સુદાન, તુર્કી, અલ્જીરિયા અને કતારમાં આર્થિક ગતિવિધિઓ ચલાવી શકશે નહીં.

લેબનીઝ રેડ ક્રોસને હિઝબુલ્લાહ સંગઠનના ચાર લડવૈયાઓના મૃતદેહ મળ્યા

એક અહેવાલ મુજબ, લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહના પ્રવક્તાએ કહ્યું કે લેબનીઝ રેડ ક્રોસે જૂથના ચાર લડવૈયાઓના મૃતદેહ મેળવ્યા છે. હિઝબુલ્લાના પ્રવક્તાએ કહ્યું કે આ લડવૈયાઓ મંગળવારે માર્યા ગયા. જો કે, ઉગ્રવાદી જૂથે તેનું મૃત્યુ કેવી રીતે થયું તે જાહેર કર્યું નથી. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે વિસ્ફોટક સામગ્રી સાથે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ચાર લડવૈયાઓને મારી નાખ્યા છે. હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે બુધવારે અલ-અહલી હોસ્પિટલમાં મૃત્યુઆંક 500 થી ઘટાડીને 471 કર્યો. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે મૃત્યુઆંકમાં આ ઘટાડો કયા આધારે કરવામાં આવ્યો છે. અલ-અહલી હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે તેઓ કથિત ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાનો અંદાજ લગાવી શકતા નથી, કારણ કે વિસ્ફોટમાં ઘણા મૃતદેહોને ખરાબ રીતે નુકસાન થયું હતું.

VIDEO : હવે હમાસ શું કરશે? ઈઝરાયલમાં પગ મૂકતાં US પ્રેસિડન્ટ બાયડનનો લલકાર,  બાજુમાં હતા નેતન્યાહૂ I joe biden reaches israel hugs and promises  netanyahu gives message hamas

ઇઝરાયેલે હોસ્પિટલને ઇરાદાપૂર્વક નિશાન બનાવ્યું: પેલેસ્ટાઇનના વિદેશ પ્રધાન

એપીના રિપોર્ટ અનુસાર, પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ મલ્કીએ ઈઝરાયેલ પર ગાઝાની હોસ્પિટલને જાણીજોઈને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોનો જાણીજોઈને નરસંહાર કરવામાં આવી રહ્યો છે. મલ્કીએ આ બધી વાતો સાઉદી અરેબિયામાં યોજાયેલી ઈસ્લામિક દેશોની બેઠકમાં કહી હતી.

VTV Gujarati | Gujarat's Leading Gujarati News Channel and News Portal

ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયેલ સામે તેલ પ્રતિબંધની હાકલ કરી છે

ઈરાનના ટોચના રાજદ્વારીએ મુસ્લિમ દેશોને ગાઝા પટ્ટીમાં એક હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ તેમના ઈઝરાયેલના રાજદૂતોને હાંકી કાઢવા અને ઈઝરાયેલ પર તેલ પ્રતિબંધ લાદવા હાકલ કરી છે.

OIC કાર્યકારી સમિતિએ અસાધારણ બેઠક બોલાવી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) એ એક્ઝિક્યુટિવ કમિટીની અસાધારણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં OICએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ ચાલી રહેલા હુમલા અંગે ચર્ચા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ