બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Big tragedy in Maharashtra: Fire broke out in a factory, six people died alive

દુર્ઘટના / મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : ફેક્ટરીમાં લાગી આગ, છ લોકો જીવતા ભૂંજાયા

Priyakant

Last Updated: 08:00 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Factory Fire Latest News: કામદારોએ જણાવ્યું કે, કંપની રાત્રે બંધ હતી અને આગ લાગી ત્યારે તેઓ સૂતા હતા. જ્યારે આગ લાગી ત્યારે ઈમારતની અંદર 10-15 લોકો હતા. કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ અન્ય હજુ પણ અંદર ફસાયેલા

  • મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કંપનીમાં આગ 
  • આગ લાગવાની ઘટનામાં 6 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત 
  • કામદારોએ જણાવ્યું કે, કંપની રાત્રે બંધ હતી અને આગ લાગી...

Maharashtra Factory Fire : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં આગ લાગવાની ઘટનામાં 6 લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ મૃત્યુનું કારણ દાઝી ગયાનું બહાર આવ્યું છે. વિગતો મુજબ મોજા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનાને લઈ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં લાગ્યા બાદ હવે આગને કાબુમાં લેવામાં આવી છે. અગાઉ આ ફેક્ટરીની અંદર આગમાં પાંચ લોકો ફસાયા હોવાનું બહાર આવ્યું હતું. 

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક હેન્ડ ગ્લવ્ઝ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વલુજ MIDC વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની અંદર 5 કર્મચારીઓ ફસાયેલા છે. છત્રપતિ સંભાજી નગરના વાલજ MIDC વિસ્તારમાં આવેલી રિયલ સનશાઈન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે અને કેટલાક કર્મચારીઓ અંદર ફસાયા હોવાના અહેવાલ છે.

આગને કાબૂમાં લેવામાં આવી 
વિગતો મુજબ અત્યાર સુધીમાં પોલીસે 6 લોકોના મોતની માહિતી આપી છે. ઘાયલોને સારવાર માટે છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની બેથી ત્રણ ગાડીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી. હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની કોટન હેન્ડ ગ્લોવ્સ બનાવે છે.

ફેક્ટરીમાં ફસાયેલા ચાર લોકોની ઓળખ થઈ 
આગના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. લોકો ચીસો પાડી રહ્યા છે અને બિલ્ડીંગની અંદર ફસાયેલા પોતાના સ્વજનોને બચાવવા મદદ માટે વિનંતી કરી રહ્યા છે. કંપનીના એક કર્મચારીએ મીડિયાને જણાવ્યું કે, પાંચ કર્મચારીઓ બિલ્ડિંગની અંદર ફસાયેલા છે. સ્થાનિકોએ ફસાયેલા ચાર કામદારોની ઓળખ ભુલ્લા શેખ (65), કૌસર શેખ (26), ઈકબાલ શેખ (26) અને મગરૂફ શેખ (25) તરીકે કરી છે. કામદારોએ જણાવ્યું કે કંપની રાત્રે બંધ હતી અને આગ લાગી ત્યારે તેઓ સૂતા હતા. જ્યારે આગ લાગી ત્યારે ઈમારતની અંદર 10-15 લોકો હતા. કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ અન્ય હજુ પણ અંદર ફસાયેલા છે.

અંદર ફસાયેલાઓને બહાર નિકાળવા કવાયત શરૂ
અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈમારતની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે કહ્યું કે,આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ